સસ્તામાં કાર આપવાના બહાને ગઠિયાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં 1.73 કરોડનું ફ્રોડ કર્યું
ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, ઇડર, અમદાવાદ અને જૂનાગઢમાં 42 કારની ડીલથી ફ્રોડ આચર્યુ
આરોપી અગાઉ સ્કૂલ ટીચર હતો, બાદમાં કાર શો રૂમમાં નોકરી કરી અને દેણું થઇ જતાં છેતરપિંડીના ગુનાનો રસ્તો અપનાવ્યો
ગુજરાત રાજ્યના ઓનલાઈન કારબજારમાં હાહાકાર મચાવનાર એક મહાઠગ આખરે જૂનાગઢ પોલીસના હાથે ઝડપાઈ ગયો છે. ઘકડ અને CAR-24 જેવી જાણીતી એપ્લિકેશનોના નામે ફોર-વ્હીલર્સની લે-વેચની લોભામણી વાતો કરીને ગુજરાતનાં અલગ-અલગ શહેરોના ગ્રાહકો સાથે 73 લાખની છેતરપિંડીનો ગુનો કબૂલ્યો છે. આ આરોપીને મુંબઈના દહીંસરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે.
છેલ્લાં ત્રણ વર્ષમાં રાજ્યનાં 11 મુખ્ય શહેરો/જિલ્લાઓમાં કુલ 31 ગંભીર ગુના આચરીને અગાઉ 1 કરોડ અને હવે 73 લાખનું ફ્રોડ કર્યું છે. તેણે અત્યારસુધીમાં 42 કારની લે-વેચના નામ આ ચીટિંગ કર્યું છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પીયૂષ પટેલ અગાઉ સ્કૂલમાં ટીચર તરીકે નોકરી કરતો હતો, ત્યાર બાદ કાર શોરૂૂમમાં પણ નોકરી કરતો હતો, જોકે તેના પર દેવું થઈ જતાં તેણે આ છેતરપિંડીના ગુનાનો રસ્તો અપનાવ્યો હતો. જૂનાગઢમાં રહેતા બે વ્યક્તિઓને સસ્તામાં કાર અપાવી દેવા કહી ધવલ પટેલ નામના શખ્સે મુંબઈ આંગડીયું કરાવી લીધુ હતું.
એક શખ્સ પાસેથી ર.રપ લાખ અને અન્ય એક વ્યક્તિ પાસેથી 3.10 લાખ લઈ લીધા હતા. કાર-ર4ના નામે આ છેતરપિંડી કરનાર શખ્સ સામે એ ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો. એ ડીવીઝન પોલીસે મોબાઈલ નંબરના આધારે શોધખોળ કરી હતી. છેતરપિંડી કરનાર શખ્સ મુંબઈમાં અલગ-અલગ સ્થળેથી ફોન કરતો હોવાની જાણકારી મળી હતી જેના આધારે એ ડીવીઝન પીઆઈ આર.કે. પરમાર સહિતનો સ્ટાફ મુંબઈ જઈ ત્યાં વોચ ગોઠવી દહીસર વિસ્તારમાં મહેસાણા જીલ્લાના વિસનગરના પિયુષ મહેશ પટેલ (ઉ.વ.43)ને પકડી લઈ જૂનાગઢ લાવ્યો હતો.
જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાએ જણાવ્યું હતું કે, પિયુષ પટેલે જૂનાગઢ, જામનગર, ગાંધીનગર, અમરેલી, રાજકોટ, ભાવનગર, ઈડર, રાજુલા સહિતના શહેરોમાં આવી રીતે છેતરપિંડી કરી છે. પોલીસે તેની પાસેથી મોબાઈલ, ત્રણ કોરા ચેક, ડાયરી, 13 અલગ-અલગ કંપનીના સીમકાર્ડ કબ્જે કર્યા છે.
પિયુષ પટેલ સામે બોપલ, સેટેલાઈટ, અડાલજ, ઘાટલોડીયા, ક્રિષ્નનગર, ભુજ સહિતના પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીના ર0 જેટલા ગુના નોંધાયેલા છે. છેતરપિંડી માટે તેણે 1ર જેટલા મોબાઈલ નંબરનો ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ મહા ઠગે 70.90 લાખથી વધુની છેતરપિંડી કર્યાનો ખુલાસો થયો છે.
અંકલેશ્વરના મહિપતસિંહ સાથે ર.10 લાખ, હનીફભાઈ સાથે ર.10 લાખ, ભરૂૂચના સલીમભાઈ સાથે 3.71 લાખ, બોટાદના જુનેદભાઈ સાથે 3.8પ લાખ, થરાદના પ્રવિણભાઈ જોષી સાથે 3 લાખ, અમદાવાદના નીતિનભાઈ પટેલ સાથે 4.37 લાખ, ગોંડલના રાજભાઈ રાઠોડ સાથે 3.7પ લાખ, સંજયભાઈ કોટડીયા સાથે ર.ર0 લાખ, ઉપલેટાના ભૂપતભાઈ વાંદા સાથે 3 લાખ, દહેગામના નિરવભાઈ બારોટ સાથે 3 લાખ અને ભુજના માધાપર ગામના યશભાઈ પટેલ સાથે 4.1પ લાખની છેતરપિંડી કર્યાની કબૂલાત આપી છે.
ડીલરોને ગૂગલમાંથી શોધી સંપર્ક કરતો
આરોપી ઘકડ એપ્લિકેશન પર કાર વેચવા મૂકનાર લોકોની જાહેરાતો જોતો. કારમાલિકોનો જુદા જુદા મોબાઈલ નંબરથી સંપર્ક કરીને પોતે ઈઅછ-24ની ફ્રેન્ચાઈઝી ધરાવતો હોવાનું કહી ઊંચા ભાવે કાર ખરીદવાની લાલચ આપી કારની તમામ માહિતી મેળવી લેતો. જે શહેરના કારમાલિક હોય એ જ શહેર અથવા આજુબાજુનાં શહેરોમાં ઓટો ક્ધસલ્ટન્ટનો વેપાર કરતા ડીલરોને ગૂગલમાંથી શોધી તેમનો સંપર્ક કરતો. ત્યાર બાદ ડીલરોને આ કાર નીચા ભાવે અપાવવાની લાલચ આપી કારના ફોટો અને ડિટેઇલ મોકલતો હતો. કાર ખરીદનારને કાર પસંદ આવે તો પેમેન્ટ મળ્યાના થોડા સમય બાદ કારની ડિલિવરી મળી જવાનું કહી વિશ્વાસમાં લઈ લેતો હતો. વેચનાર (કારમાલિક)ને પ્રોસેસ થયા બાદ તેના ખાતામાં પેમેન્ટ મોકલવાનું કહી ખરીદનારને ડિલિવરી આપી દેવાનું કહેતો હતો.
મુંબઈ સુધી પોલીસે પીછો કરી 3 દિવસ હેર સલૂનમાં રેકી કરી !
ગુનાની ગંભીરતા જોતાં એસપી સુબોધ ઓડેદરા દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જૂનાગઢ શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર આર.કે. પરમારે તપાસ શરૂૂ કરી ટીમ બનાવી હતી. આ ટીમમાં એ.એસ.આઈ. ભદ્રેશ રવૈયા, પો.હેડ કોન્સ. એમ.યુ. અબડા, એસ.એ. કારેથા, પો.કોન્સ. ખીમાણંદ સોલંકી અને નરેન્દ્ર બાલસનો સમાવેશ થતો હતો. ટેક્નિકલ વર્કઆઉટની મદદ માટે પોલીસને જાણવા મળ્યું કે ફ્રોડ કરનાર શખસ મહેસાણાના વિસનગરનો પીયૂષ કમલેશ પટેલ હોવાની શક્યતા છે અને તે મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં અલગ-અલગ લોકેશનથી પોતાનું ઓપરેશન ચલાવી રહ્યો છે. ત્યાર બાદ પી.આઈ. આર.કે. પરમારની ટીમ તાત્કાલિક મુંબઈ જવા રવાના થઈ. મુંબઈ પહોંચેલી ટીમે લોકલ હ્યુમન સોર્સ ઊભા કરીને ત્રણ દિવસ સુધી પોલીસ હેર સલૂને બેસીને રેકી કરી હતી. આખરે આરોપીને દહીંસર(મુંબઈ)થી ઝડપી લીધો હતો.