તળાજામાં સગા મોટાભાઇનું બહેન પર છરીની અણીએ દુષ્કર્મ
ગુજરાત મિરર, ભાવનગર તા.28- ભાવનગર જિલ્લાના તળાજા પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદી પુખ્ત વયની બહેને પોતાના સગા મોટાભાઈ વિરુદ્ધ એક માસ દરમિયાન બે વખત ઘરે એકલતાનો લાભ લઈને બળ જબરી પૂર્વક છરીની અણીએ દુષ્કર્મ આચર્યું હતું.આરોપી એ પોતાની સગી બહેનને વક્ષ સ્થળે સિગારેટના અનેક ડામ પણ દીધાહતા.હળાહળ કળિયુગની એંધાણી આપતા બનાવની વિગત એવી છેકે તળાજા પોલીસ મથકમાં આજે ત્રેવીસ વર્ષીય યુવતી એ પોતાના સગાભાઈ વિરુદ્ધ ક્રૂરતા પૂર્વક દુષ્કર્મ આચર્યું છે.
ગત 7મા મહિના અને ચાલુ 8મા મહિનામાં બે વખત દિવસ દરમિયાન ઘરે કોઈજ ન હોય તેનો ભાઈએ લાભ ઉઠાવ્યો હતો.ભાઈના મનમાં એવો હવસ નો કીડો સળગ્યો કે બહેનને પેટના ભાગે છરીની અણી રાખીને દુષ્કર્મ આચર્યું હતું.એટલુંજ નહી સગી બહેન સાથે શારીરિક સબંધ બાંધવા ની સાથે અનેક વખત સાથળના ભાગે બીડીના ડામ પણ આપ્યું હતા જે તપાસ અને પુરાવાના ભાગ રૂૂપે પોલીસ સામે આવ્યું હતું.બહેનને હવસનો શિકાર બનાવનાર ભાઈ 26 વર્ષનો છે.પરણિત છેને એક સંતાનનો પિતા છે.પીડિતા પુખ્ત હોય તપાસ પો. સ .ઇ ખાંભલા ચાલવી રહ્યા છે.આરોપીની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છેકે યુવતી સાથે ફરિયાદ કરવા પરિવાર જનો પોલીસ મથકે દોડી આવ્યા હતા.