સુભાષપરામાં જૂની અદાવતનું મન: દુખ રાખી યુવાનને ધાક ધમકી અપાઇ
12:48 PM Dec 02, 2024 IST | Bhumika
Advertisement
જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર -1 માં રહેતા પૃથ્વીરાજસિંહ કિશોરસિંહ વાઢેર નામના 30 વર્ષના યુવાને પોતાને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે શંકર ટેકરી વિસ્તારમાં જ રહેતા ઈમરાન ઉર્ફે ઇમલો વેલ્ડરિયો ઇસ્માઈલભાઈ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પૃથ્વીરાજસિંહ અને આરોપી ઇમરાનને અગાઉ તકરાર થઈ હતી. જે અંગે પૃથ્વીરાજસિંહે સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી, જે અંગેનો કેસ અદાલતમાં ચાલી રહ્યો છે, અને તેની આગામી 27 ડિસેમ્બર ની તારીખ છે.
Advertisement
જે મુદ્દતમાં ફરીયાદીને હાજર નહીં રહેવા માટે ઇમરાને ધાકધમકી આપતાં આખરે મામલો ફરીથી સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બીજી પોલીસ ફરિયાદ કરાઈ છે.
Advertisement