For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

એન.ટી.પી.સી.ના ડીજીએમની ધોળેદિવસે ગોળી મારી હત્યા

04:04 PM Mar 08, 2025 IST | Bhumika
એન ટી પી સી ના ડીજીએમની ધોળેદિવસે ગોળી મારી હત્યા

એનટીપીસી કોલસા પ્રોજેક્ટ કેરેદારીના ડીજીએમ કુમાર ગૌરવની ગુનેગારોએ ગોળી મારીને હત્યા કરી દીધી છે. કુમાર ગૌરવ કોલસા ડિસ્પેચ વિભાગના ડીજીએમ હતા. તેની હત્યાના સમાચાર મળ્યા બાદ પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂૂ કરી હતી.

Advertisement

મળતી માહિતી મુજબ, તેઓ શનિવારે સવારે હજારીબાગ સ્થિત તેમના ઘરેથી કંપનીના વાહનમાં તેમની ઓફિસ જવા નીકળ્યા હતા. દરમિયાન, કટકામદગ પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહા ચોક નજીક, બાઇક પર આવેલા ગુનેગારોએ તેના વાહનને ઓવરટેક કર્યું અને તેના પર ગોળીબાર કર્યો. વહીવટીતંત્ર પર સવાલો ઉઠી રહ્યા છે
તેને તાત્કાલિક આરોગ્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. કહેવાય છે કે કુમાર ગૌરવ બિહારના નાલંદાનો રહેવાસી હતો. ગઝઙઈ અધિકારીની હત્યા બાદ પ્રશાસન પર મોટો સવાલ ઉઠી રહ્યો છે.
આ પહેલા પણ આઉટસોર્સિંગ કંપનીના જીએમની વસુલાત માટે ગુનેગાર દ્વારા હત્યા કરવામાં આવી હતી. તેના તાર પણ લેવી સાથે જોડવામાં આવી રહ્યા છે. કારણ કે કુમાર ગૌરવ કોલસાના ડિસ્પેચની જવાબદારી સંભાળતા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement