રામનાથપરામાંથી રૂ.1.64 લાખના સોના સાથે નામચીન તસ્કર ઝડપાયો
શહેરના રામનાથ પરા સ્મશાન પાસે ક્રાઇમબ્રાંચની ટીમે બાતમીના આધારે ઉપલેટામાં ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર શખ્સને પકડી લીધો હતો.જેની પાસેથી ક્રાઈમ બ્રાંચે રૂૂ.1.64 લાખ નો સોનાનો ઢાળીયો કબજે કર્યો હતો. જેની પુછપરછમાં વધુ ચોરીના ભેદ ખુલે તેવી શક્યતા છે.
મળતી વિગત મુજબ ઉપલેટા પોલીસ મથકમાં નોંધાયેલ ઘરફોડ ચોરીના ગુનામાં બે વર્ષથી નાસતો ફરતો શખ્સરાજકોટમાં હોવાની ક્રાઇમબ્રાંચના એ.એસ.આઇ. ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ દિપકભાઇ ડાંગર અને કનકસિંહ સોલંકીને બાતમી મળતા રામનાથપરા સ્મશાન પાસે કબીર ચોક પાસેથી નવાગામ મામાવાડી મફતીયરામાં રહેતા ગોપાલ ઉર્ફે ગોવિંદ ભાણાભાઇ સોલંકી (ઉ.વ.25)ને પકડી લઇ રૂૂા. 1,64,000 ની કિંમતના સોનાના ઢાળીયા સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી તેની પુછપરછ કરતા તેણે 2021માં મિત્રો સાથે મળી ચોટીલા થી થાન વચ્ચે રીક્ષામાં મહિલા મુસાફરનો સોનાનો ચેઇન કાઢી લીધો હતો તથા 2022માં ગોંડલ આશાપુરા ચોકડી પાસે એક પ્રસંગમાં એકમહિલાની નજર ચૂકવી ગળામાંથી સોનાનો ચેઇન સેરવી લીધો હોવાની કબુલાત આપી હતી.
પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા,અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા,ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઈમ ભરત.બી.બસીયાની સુચના થી પીઆઇ એમ.આર. ગોંડલીયા,પી.આઇ એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ ના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. ચેતનસિંહ ગોહિલ, હેડકોન્સ દિપકભાઇ ડાંગર, કનકસિંહ સોલંકી, ઉમેશ ચાવડા, ગિરીરાજસિંહ જાડેજા, તથા સુભાષભાઇ ધોધારીએ કામગીરી કરી હતી.