ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મર્ડર, મારામારી, ધમકી અને દારૂના ગુનામાં ચડી ચૂકેલા નામચીન શખ્સો પાસામાં ધકેલાયા

04:36 PM Oct 15, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટમાં મર્ડર, મારામારી, ધમકી, દારૂૂ સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન શખ્સ સહિત બેની ભક્તિનગર પોલીસે પાસા તળે અટકાયત કરી સુરત અને અમદાવાદની જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે.રાજકોટમાં મારામારી, હત્યા, ધમકી, દારૂૂ, મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા નામચીન દિનેશ ઉર્ફે બચુ ઉર્ફે મોટી ટીકટ અરવિંદભાઈ ગોહેલ (ઉ.વ.39, રહે. બાબરીયા આર.એમ.સી., ત્રણ માળીયા કવાર્ટર)ની ભક્તિનગર પોલીસે અટકાયત કરી સુરતની લાજપોર જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી હતી.દિનેશ ઉર્ફે મોટી ટીકીટ અગાઉ શહેરના ભક્તિનગર, ગાંધીગ્રામ, થોરાળા અને માલવીયાનગર પોલીસ મથકમાં હત્યા, ધમકી, દારૂૂ અને મારામારી સહિત 27 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

Advertisement

જયારે દારૂૂ, મારામારી અને હાથીયારધારા સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકેલા હિતેન્દ્રસિંહ ઉર્ફે હકોકડી ભૂપતસિંહ જાડેજા (ઉ.વ.31, રહે. સફર એપાર્ટમેન્ટ, રેલનગર)ની પણ અટકાયત કરી અમદાવાદ મધ્યસ્થ જેલમાં ધકેલવા તજવીજ હાથ ધરી છે. હિતેન્દ્રસિંહ અગાઉ ભક્તિનગર અને ક્રાઈમ બ્રાંચમાં દારૂૂ,મારામારી અને હથીયારધારા સહિત 15 ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.આ અંગે ભક્તિનગર પોલીસના પીઆઇ એમ. એમ. સરવૈયા, પીસીબીના એમ. આર. ગોંડલીયા, એએસઆઈ નિલેશભાઈ મકવાણા, હિતુભા ઝાલા, રાજુભાઈ દહેકવાલ અને ઇન્દ્રજીતસિંહ સીસોદીયા સહિતનાએ કામગીરી કરી હતી.

Tags :
crimegujaratgujarat newsmurderrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement