મારામારીના ગુનામાં સાત મહિનાથી નાસતો ફરતો નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરમા મિલ્કત સબંધી અને શરીર સબંધીના ગુનાઓ અટકાવવા તેમજ આ ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પોલીસ કમિશનર દ્વારા તમામ પોલીસ મથક અને ક્રાઇમ બ્રાંચ તેમજ અન્ય બ્રાંચોને સુચના આપવામા આવી હોય ભકિતનગર પોલીસ મથક વિસ્તારમા મારામારી ગુનામા 7 મહીનાથી નાસ્તા ફરતા નામચીન શખ્સને ક્રાઇમ બ્રાંચે પકડી લઇ ભકિતનગર પોલીસને સોંપી દીધો હતો.
રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચના પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર અને સી. એચ. જાદવના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ વી. ડી. ડોડીયાની ટીમના દીપકભાઇ ચૌહાણ, અગ્રાવત અને અશોકભાઇ ડાંગર સહીતના સ્ટાફે ભકિતનગર પોલીસ વિસ્તારના મારામારીના ગુનાના નામચીન આરોપી માઝીદ ઉર્ફે મઝલો રફીકભાઇ ભાણુ (રહે. હુડકો કવાર્ટર , રામાપીર મંદિર વાળી શેરી, જામનગર રોડ) ને પોપટપરા સેન્ટ્રલ જેલના રસ્તેથી ઝડપી લઇ ભકિતનગર પોલીસને હવાલે કરવામા આવ્યો હતો. આરોપી વિરૂધ્ધ અગાઉ ધમકી, મારામારી, મિલ્કત નુકશાન, હત્યા સહીત 11 ગુના નોંધાઇ ચુકયા છે. તેમજ આરોપીને 2020ની સાલમા પાસા પણ થયા હતા તેમજ આરોપી વિરૂધ્ધ ગુજસીટોક પણ થઇ હોવાનુ પોલીસ સુત્રોમાથી જાણવા મળી રહયુ છે.