ઝીંઝુવાડામાં સરકારી કર્મચારીની હત્યાનો પ્રયાસ કરી દોઢ વર્ષથી ફરાર કુખ્યાત શખ્સ ઝડપાયો
સુરેન્દ્રનગરના ઝીંઝુવાડા ગામે સરકારી કર્મચારી સહીત બે વ્યકિતઓની હત્યાના પ્રયાસમાં છેલ્લા દોઢ વર્ષ થી ફરાર શખ્સને સુરેન્દ્રનગર એસઓજીની ટીમે ઝીંઝુવાડા ગામેથી ઝડપી લીધો હતો.
સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં શરીર અને મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા તેમજ લાંબા સમયથી નાસતા-કરતા આરોપીઓને ઝડપી લેવા ની ઝુંબેશ અંતર્ગત એસ.ઓ.જી. શાખાના સ્ટાફના માણસો ઝીંઝુવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ માં હતા તે દરમિયાન પીએસઆઈ આર જે. ગોહિલને ચોક્કસ ખાતમી મળી હતી કે, ખૂનની કોશિશ જેવા ગંભીર બે ગુનામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતો ફરતો આરોપી રણધીરસિંહ કુબેરસિહ ઝાલા હાલ ઝીંઝુવાડા ગામના રામજી મંદિર પાસે ઊભો છે.
બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી સ્થળ પર પહોંચી આરોપી રણધીરસિંહ ઝાલાને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ કબુલાત કરી હતી કે તે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનમાં નોધાયેલ ખૂનની કોશિશ, સરકારી કર્મચારી પર હુમલો વગેરે કલમો હેઠળ તથા અન્ય ગંભીર ગુનાઓમાં છેલ્લા દોઢ વર્ષથી કરાર હતો. આરોપીની અટકાયત કરી વધુ કાયદેસરની કાર્યવાહી માટે ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનને સોંપી આવામાં આવ્યો છે.
જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુચનાથી એસઓજીના પી.આઈ બી.એચ.શીંગરખીયા, પીએસઆઈ એન.એ.રાયમા, પીએસઆઈ આર.જે.ગોહિલ, એએસઆઈ અનિરૂૂધ્ધસિંહ મહીપતસિંહ ઝાલા, હેડ કોન્સ્ટેબલ અનિરૂૂધ્ધસિં અભેસંગભાઇ ખેર,કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, કોન્સ્ટેબલ સાહીલભાઇ મહંમદભાઇ સેલોત સહિતના સ્ટાફે કામગીરી કરી હતી.