જૂનાગઢનો કુખ્યાત શખ્સ શાપરમાં પિસ્તોલ સાથે ઝડપાયો
શાપરગામની સીમમાં ગોકુલ રેસીડેન્સી પ્લોટીંગ પાસેથી પોલીસે જૂનાગઢના કુખ્યાત શખ્સને પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. આ હથીયાર તે કોની પાસેથી લાવ્યો તે મામલે વધુ તપાસ શરુ કરી છે. રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ તેમજ પોલીસ અઘિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર રીતે હથીયાર રાખતા તેમજ હથીયાર વેચનાર ઇસમો ઉપર વોચ રાખી કાર્યવાહી કરવા સુચના કરવામાં આવેલ હોય જેના અનુસંધાને ગોડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના પી.આઈ આર.બી.રાણા અને તેમની ટીમ પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી હકિકત આધારે શાપરગામની સીમમાં ગોકુલ રેસીડેન્સી પ્લોટીંગ પાસેથી જુનાગઢ જોષીપરા આદીત્યનગર-2 નવરંગ હાઇસ્કુલની બાજુમાં રહેતા પરેશ ઉર્ફે બાદલ ઓઘડભાઇ મકવાણાને 10 હજારની કીમતની ગેર કાયદેસર પીસ્ટલ સાથે પકડી ઝડપી લેવામાં આવ્યો હતો.
શાપર વેરાવળ પોલીસ મથકના પી.આઈ આર.બી.રાણા. પીએસઆઈ વી.જી.જેઠવા, જયદીપસિંહ વાઘેલા, રાજેશભાઇ બાયલ, દિનેશભાઇ ખાટરીયા, જગશીભાઇ ઝાલા, મનસુખભાઇ ચૌહાણ, દિવ્યેશભાઇ શામળાએ કામગીરી કરી હતી.