જેતપુરમાં પિસ્તોલ સાથે ગોંડલનો નામચીન શખ્સ ઝડપાયો
પાંચ વર્ષ પૂર્વે ગોંડલના શખ્સ પાસેથી હથિયાર ખરીદ્યાનું ખુલ્યું
જેતપુરમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીએ દેશી બનાવટની પિસ્તોલ સાથે ગોંડલના નામચીન શખ્સની ધરપકડ કરી હતી. પકડાયેલા શખ્સે પાંચ વર્ષ પૂર્વે ગોંડલના જ શખ્સ પાસેથી આ પિસ્તોલ ખરીદ કરી હોવાનું પુછપરછમાં કબુલતા હથિયાર સપ્લાય કરનાર ગોંડલના શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
મળતી વિગતો મુજબ, ગ્રામ્ય પંચાયતની ચૂંટણી અન્વયે ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા જિલ્લા પોલીસ વડા હિમકર સિંહની સુચનાને પગલે જેતપુરમાં ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ.પારગી અને તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમીના આધારે ઉદ્યોગનગર પોલીસ વિસ્તારમાંથી ગોંડલના વોરા કોટડા રોડ પર આવાસ યોજના કવાર્ટસ નં.250માં રહેતા નવાઝ ઉર્ફે લાંબો ઈરફાન દોઢીયા (ઉ.23)ને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો. નવાઝની પુછપરછમાં તેણે પાંચ વર્ષ પૂર્વે ગોંડલના રફીક કાસમ કટારીયા પાસેથી આ પિસ્તોલ ખરીદ કરી હોવાનું જણાવ્યું હતું. નવાઝે શોખ માટે આ હથિયાર ખરીદયું હોય આ મામલે તેની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે. એસઓજીના પીઆઈ એફ.એ.પારગી સાથે ટીમના પીએસઆઈ કે.એમ.ચાવડા, પી.બી.મિશ્રા, શિવરાજભાઈ ખાચર, વિજયભાઈ વેગડ, મયુરભાઈ વેગડા, રામદેવસિંહ ઝાલા, પ્રહલાદસિંહ રાઠોડ, વિરરાજભાઈ ધાધલ, વિજયગીરી ગૌસ્વામી, વિપુલભાઈ ગોહિલ અને ચિરાગભાઈ કોઠીવાર સહિતની ટીમે કામગીરી કરી હતી.