જંગલેશ્ર્વરમાંથી ગાંજા સાથે ઝડપાયેલા કુખ્યાત શખ્સને દસ વર્ષની સજા
રાજકોટ શહેરની જગ્લેશ્વરની પટેલ સોસાયટીમા વર્ષ 2012માં રહેણાંક મકાનમાંથી ઝડપાયેલા 13.50 કિલો ગાજાના ગુનામાં અદાલતે હનીફ ઉર્ફે ગની જુસબ પીંજારાને 10 વર્ષની સજા અને રૂૂપિયા એક લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ રાજકોટ શહેરના કોઠારીયા મેઇન રોડ નજીક જંગલેશ્વર વિસ્તારમાં આવેલી પટેલ સોસાયટીમાં રહેતો હનીફ ઉર્ફે ગની જુસબ પીંજારા નામનો શખ્સ ગાંજાનું વેચાણ કરતો હોવાની ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને મળેલી બાતમીના આધારે પીઆઈ ડી.બી.ઝાલા સહિતના સ્ટાફે તા.26/10/2012 ના રોજ દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાંથી 13.5 કિલો ગાંજાનો જથ્થો બાથરૂૂમમાંથી મળી આવતા પોલીસે હનીફ પીંજારાની ધરપકડ કરી હતી. બાદ તપાસ પૂર્ણ થતા હનીફ પીજારાને જેલ હવાલે કર્યો હતો. જે કેસમાં આરોપી વિરુદ્ધ પૂરતો પુરાવો મળતા તપાસનીશ અધિકારી દ્વારા અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે કેસ ચાલવા પર આવતા આરોપી તરફે બચાવ લેવામા આવ્યો હતો કે, વજનનુ પ્રમાણપત્ર તમામ પ્રકારે શંકાસ્પદ છે.
પરીક્ષણ અધિકારીએ ગાજા અંગેનુ જે પ્રમાણપત્ર આપેલ છે તે આખરી અભિપ્રાય નથી. આ સજોગોમા મુદામાલ ગાજો હોવાનુ સાબિત થતુ નથી જ્યારે સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ એસ. કે. વોરાએ રજુઆત કરતા જણાવ્યું હતુ કે, જે માદક પદાર્થ આરોપી હનીફના ઘરેથી પકડાયેલ છે. તે પદાર્થ કોર્ટમા મુદામાલ તરીકે રજુ થયેલ છે. આમ કરવાના બદલે આરોપી તરફે ફક્ત પરીક્ષણની વિધીને શંકાસ્પદ જણાવવામા આવે તો તેનાથી મુદામાલ વાળો પદાર્થ ગાજો હોવાનુ નાસાબિત થતુ નથી.
આ રીતે મુદામાલવાળો પદાર્થ ગાજો હોવાનુ નાસાબિત કરવાના બદલે પોલીસે તેમને ખોટી રીતે ફસાવી દીધેલ હોવાનુ આરોપી રટણ કરેલ છે. આ સજોગોમા પ્રોસીકયુશનનો કેસ સાબિત થયેલ હોવાનુ માની મુખ્ય ન્યાયાધીશ વી.બી. ગોહિલે આરોપી હનીફ જુસબ પીજારા (ઉ.વ.પર) ને તકસીરવાન ઠરાવી 10 વર્ષની સખ્ત કેદની સજા અને રૂૂપિયા રક લાખનો દંડ ફટકાર્યો છે.આ કેસમા સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ સજયભાઈ કે. વોરા રોકાયેલ હતા.