પારશી અગિયારી ચોકમાં યુવાન પાસેથી 800ની લૂંટ ચલાવનાર નામચીન શખ્સ ઝડપાયો
રાજકોટમાં સરાજાહેર લુખ્ખાગીરી અચકાતા નથી. પોલીસ લુખ્ખાઓ સામે કાર્યવાહી કરી રહી છે. છતા સુધરવાનું નામ લેતા ન હોય તેમ પારશી અગિયારી ચોક નજીકથી જઈ રહેલા રહીમ આદમભાઇ સમા (ઉ.વ.18)ને રોકી કરણ ઉર્ફે કડો નામના લુખ્ખાએ છુટી છરીનો ઘા કરી છરી બતાવી રૂૂા.800ની લૂંટ કર્યાની પ્ર.નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
વધુ વિગતો મુજબ,ભીલવાસ શેરી નં. 4માં રહેતા અને પાનની દુકાનમાં નોકરી કરતો મુળ અમરેલીનો રહીમ સમા (ઉ.વ.18) ગઇકાલે રાત્રે તે પાનની દુકાનેથી છૂટી ટીફીન મંગાવી જમીને આંટો મારવા નીકળ્યો હતો.તે પારશી અગિયારી ચોક નજીક મિત્ર અફઝલ અને મોઈન સાથે બેઠા હતાં. બાદમાં તે નજીક આવેલી દુકાને ફાકી લઇને પરત મિત્રો પાસે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં હાથમાં છરી સાથે આરોપીએ તેની પાસે જઇ તારી પાસે જે કાંઇ રૂૂપિયા હોય તે મને આપીદે, નહીંતર આ છરી તને મારી દઇશ કહી છરીનો છૂટો ઘા કરતાં તેના હાથે, છાતીમાં લાગતા ઇજા થઇ હતી.
બાદમાં આરોપીએ ફરી છરી હાથમાં લઈ તેને બતાવી તેના ખીસ્સામાંથી રૂૂા. 800 હતા તે કાઢી લઇ લૂંટ કરી ભાગી ગયો હતો. ત્યારબાદ તેણે તેના મિત્રો પાસે જઈ મામલે વાત કર્યા બાદ ફરિયાદ નોંધાવતા પ્ર.નગર પોલીસે રહીમ સમા (ઉ.વ.18)ની ફરિયાદ પરથી કરણ ઉર્ફે કડા દિલીપભાઇ ઝીંઝુવાડીયા (રહે. ભીલવાસ) સામે ગુનો નોંધી પ્રનગર પોલીસ મથકનાં પીએસઆઇ બેલીમ અને સ્ટાફે ઝડપી લીધો હતો. તેમજ આરોપી અગાઉ મારામારી અને ચોરી સહીત 4 ગુનામા પોલીસ ચોપડે ચડી ચુકયો છે.