સુરતના છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા નામચીન શખ્સની ધરપકડ
રાજયનાં પેરોલ જંપ કરી નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા અને અધિકારીઓએ સુચના આપી હોય જે અનુસંધાને રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોડનાં પીઆઇ બી. એમ. ઝણકાટ સહીતનાં સ્ટાફે બાતમીનાં આધારે રાજકોટનાં કુખ્યાત ગણાતા શખસને ઝડપી લીધો હતો. આ આરોપી સુરતનાં કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમા છેતરપીંડી, મારામારી સહીતનાં ગુનામા છેલ્લા પાંચ મહીનાથી નાસ્તો ફરતો હતો.
રાજકોટ શહેર પેરોલ ફર્લો સ્કવોડની ટીમનાં પીઆઇ બી. એમ. ઝણકાટ, પીએસઆઇ જે. જી. તેરૈયા, એએસઆઇ અમૃતભાઇ મકવાણા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, રાજદિપસિંહ ચૌહાણ, સીરાજભાઇ ચાનીયા, શામતભાઇ ગઢવી, રોહીતભાઇ કછોટ, કુલદીપસિંહ જાડેજા, દોલતસિંહ રાઠોડ અને શાંતુબેન મુળીયા સહીતનાં સ્ટાફે સુરત ગ્રામ્ય વિસ્તારમા કામરેજ પોલીસ સ્ટેશન હેઠળનાં છેતરપીંડી અને મારામારી તેમજ જાનથી મારી નાખવાની ધમકીનાં ગુનામા નાસ્તા ફરતા કુખ્યાત શખસ અકરમ રફીકભાઇ દાઉદાણી (ઉ.વ. રપ) (રહે. નવી ઘાંચીવાડ શેરી નં 7 શાળા નં 48 ની સામે) ને પકડી લઇ સુરતનાં કામરેજ પોલીસ સ્ટેશનને સોપવા તજવીજ હાથ ધરી છે.
આરોપી અકરમ અગાઉ જાહેરમા મારામારી તેમજ થોડા દિવસ પહેલા જ દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા પેટ્રોલ પંપે પહોંચી 100 રૂપીયાનાં પેટ્રોલ મામલે ફીલર મેન અને તેની સાથેનાં કર્મચારીને છરી બતાવી ધમકી આપી તેમજ પેટ્રોલ પંપ સળગાવી નાખવાની ધમકી આપી હતી.