દૂધસાગર રોડના નામચીન ડ્રગ્સ પેડલર PIT હેઠળ સુરત જેલ હવાલે ધકેલાયો
માદક પદાર્થનો ધંધો કરતા પેડલરો અને સપ્લાયરો ઉપર અંકુશ લગાવવા એસઓજી દ્વારા કાર્યવાહી
શહેરમાં ડ્રગ્સ અને માદક પદાર્થોની હેરાફેરી કરનાર વધુ એક પેડલર સામે સાયકોટ્રોપીક સબસ્ટન્સ ના ગેરકાયદેસર વ્યાપાર અટકાવવા એસઓજી વધુ એક શખ્સને પીઆઈટી હેઠળ જેલમાં ધકેલી દીધો છે.
શહેર વિસ્તારમાં અગાઉ ગેરકાયદેસર માદક પદાર્થના જથ્થા સાથે પકડાયેલ ઇસમો વિરૂૂધ્ધ ઙઈંઝ ગઉઙજ કાયદા હેઠળ દરખાસ્તો તૈયાર કરી મોકલવા રાજકોટ શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા,એસીપી ક્રાઇમ ભરત બી.બસીયાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સ્પેશયલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને એસઓજી દ્વારા આવા કેસમાં દરખાસ્ત તૈયાર કરી ડી.જી.પી સી.આઇ.ડી.ક્રાઇમ અને રેલ્વેઝ સમક્ષ મોકલવામાં આવે છે. માદક પદાર્થનો વેપાર ધંધો કરતા પેડલરો અને સપ્લાયરો ઉપર અંકુશ લગાવવા તેમજ યુવાધન આવી બદીથી દુર રહે અને કાયદાનો કડક અમલ થાય તે માટે એસઓજી દ્વારા દુધસાગર રોડ હાઉસીંગ બોર્ડ કવાટર કે.ડી. પાન સામે રહેતા યુસુફભાઇ અમીનભાઇ વાડીવાલા (ઉવ.44) સામે કરેલી દરખાસ્તને મંજુરી આપવામાં આવતા યુસુફને સુરત મધ્યસ્થ જેલ ખાતે મોકલવા તજવીજ કરવામાં આવી હતી.
એસઓજીના પી.આઈ એસ.એમ. જાડેજા, પીએસ આઈ વી.વી.ધ્રાંગુ, સાથે એ.એસ.આઇ અરૂૂણભાઇ બાંભણીયા,વિરેન્દ્રસિંહ ઝાલા,ઇન્દ્રસિંહ જાડેજા,ફિરોજભાઇ રાઠોડ, દિગ્વીજયસિંહ ગોહીલ, મૌલીકભાઈ સાવલીયા,ઉપેન્દ્રસિંહ ઝાલા,યોગેન્દ્રસિંહ ઝાલા,હાર્દકીસિંહ પરમાર ઉપરાંત પી.સી.બી શાખાના પી.આઈ એમ.આર. ગોંડલીયા સાથે રાજુભાઇ દહેકવાડ,ઇન્દ્રજીતસિંહ સીસોદીયા તેમજ સી.આઇ.ડી ક્રાઇમ ગાંધીનગરની ટીમે કામગીરી કરી હતી.