સૌરાષ્ટ્રમાં દારૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતો નામચીન બુટલેગર અને સાગ્રીત ઝડપાયા
રાજકોટ ગ્રામ્ય એલસીબીનો બાતમીના આધારે જૂનાગઢમાં દરોડો
રાજકોટ અને સૌરાષ્ટ્રમાં દારૂૂ સપ્લાયનું નેટવર્ક ચલાવતા નામચીન બુટલેગર ધવલ રસીકભાઇ સાવલીયા અને તેના સાગ્રીતને રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ઝડપી લઇ વધુ તપાસ શરુ કરી છે. ધવલ રસીકભાઇ સાવલીયાની પુછપરછમાં દારૂૂ સપ્લાયના રેકેટનો પર્દાફાશ થાય તેવી શક્યતા છે.
મળતી વિગતો મુજબ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ અને જીલ્લાના પોલીસ અધિક્ષક હિમકર સિંહ દ્રારા નાસતા ફરતા આરોપી તથા પેરોલ જમ્પ કરેલ આરોપી તથા વચગાળાના જામીન પરથી ફરાર આરોપીઓને સત્વરે પકડી પાડી તેઓના વિરૂૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્યના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પી.આઈ વી.વી.ઓડેદરા અને તેમની ટીમને મળેલી બાતમી મળી હતી કે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગેરકાયદેસર રીતે મોટાપાયે વિદેશી દારૂૂનો ધંધો કરનાર અને ઘણા લાંબા સમયથી નાસતો ફરતો નામચીન બુટલેગર ગોંડલનો ધવલ રસીકભાઇ સાવલીયા રાજકોટ શહેર અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઘણા ગુન્હામાં નાસતો ફરતો હોય જે હાલ જુનાગઢ ખાતે હોવાની ચોકકસ હકિકત મળતા જે હિકકત આધારે ધવલ રસીકભાઇ સાવલીયા અને વિંછીયાના છાસીયા ગામના હાલ રાજકોટ રહેતા તેના સાગ્રીત હાર્દિક અશોકભાઈ જોગરાજીયાને જુનાગઢ ખાતેથી ઝડપી લીધા હતા. રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી.આઈ વી.વી.ઓડેદરા, પીએસઆઈ એચ. સી.ગોહીલ તથા એ.એસ.આઇ. અમીતભાઇ કનેરીયા, જયવિરસિંહ રાણા, અનીલભાઇ ગુજરાતી, બાલકૃષ્ણ ભાઇ ત્રીવેદી, અમીતસિંહ જાડેજા તથા પો. હેડ.કોન્સ. ધર્મેશભાઇ બાવળીયા, પ્રણયભાઇ સાવરીયા, નિલેશભાઇ ડાંગર, રાજુભાઇ શામળા, રસીકભાઇ જમોડ, ઘનશ્યામસિંહ જાડેજા તથા પો.કોન્સ. ભાવેશભાઇ મકવાણા, વિજયભાઇ સિંહારએ કામગીરી કરી હતી.