થાનમાં ખનીજચોરીના વાહન પાર્ક કરતાં 3 પેટ્રોલપંપ સંચાલકોને નોટિસ
સુરેન્દ્રનગર, થાન - થાનના વિજળીયા અને સોનગઢ ગામમાં ગેરકાયદે ખનનમાં વપરાતા વાહનો પેટ્રોલ પંપમાં પાર્ક કરતા ત્રણ પેટ્રોલ પંપ માલિક સામે ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે એનઓસી રદ કરવાની, જમીન શરતભંગ બદલ પગલાં ભરી કાર્યવાહી હાથ ધરી છે.
ચોટીલા સબ ડિવિઝનમાં સમાવિષ્ટ ચોટીલા, મુળી, થાન તાલુકામાં આવેલ તમામ પેટ્રોલ પંપ ધારકોને પરિપત્ર કરી અગાઉ સૂચના પેટ્રોલ પંપમાં ગેરકાયદેસર ખનનના કામે વપરાતા વાહનો પાર્ક નહીં કરવા સુચનાઓ આપી હતી. તેમ છતાંય પરિપત્રનું ઉલ્લંઘન કરતા ચોટીલા ડેપ્યુટી કલેકટર અને ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું.
થાનના વીજળીયા ગામે પેટ્રોલિંગ દરમિયાન શક્તિ પેટ્રોલ પં5, સોનગઢ ગામમાં રાજલક્ષ્મી પેટ્રોલ પં5 તથા ગેબીનાથ પેટ્રોલ પં5માં ગેરકાયદે પાર્ક કરેલ જેસીબી, ડમ્પર, લોડર તથા ટ્રેકટર સાથેના અનેક વાહનો ધ્યાને આવ્યું હતું.
પેટ્રોલ પંપના માલિકો આ વાહનો ગેરકાયદે ખનનની કામગીરીમાં વ5રાતા હોવાનું જાણવા છતાં બાબુભાઈ દાનાભાઈ ઝાલા (રહે. વીજળીયા), દિલી5ભાઇ ભુ5તભાઇ જળુ (રહે. સોનગઢ) અને સામતભાઇ મેરૃભાઇ રબારી (રહે. સોનગઢ)એ 5રિ5ત્રનું ઉલ્લંઘન કરી પેટ્રોલપં5 5ર વાહનો રાખતા તમામ પેટ્રોલ પં5ના માલીકોને નોટિસ આપવાની, એનઓસી રદ કરવાની અને જમીન શરતભંગ અંગેની નિયમો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.