તળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસ
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા દ્વારા હિન્દૂ દેવી દેવતા ના 17 અને 2 દરગાહ મળી કુલ 19 ધાર્મિક સ્થળો ને હટાવી લેવા નોટીસ પાઠવવામાં આવી છે.ગઈકાલ સાંજના સમયે ધાર્મિક સ્થળોના 19 નામ,સ્થળ અને ચીપકાવવામાં આવેલ નોટીસ ના ફોટાઓ વાયરલ થયા બાદ ચકચાર જાગી છે.
તો હિન્દૂ સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ સાથે ધમકી ભર્યા શબ્દો પણ સોશિયલ મીડિયા થકી જાહેર કરેલ વિડિઓ મા વાપરવા આવ્યા છે.તંત્ર તરફ થી માત્ર તળાજા જ નહીં ગુજરાત ની તમામ પાલિકા દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કાર્યવાહી નો પ્રથમ તબક્કો છે.
તળાજા નગરના અલગ અલગ વિસ્તારમાં આવેલ બજરંગદાસબાપા ની 4 મઢુલી, હનુમાનજી ની દેરી(મંદિર) 5,મેલડી માતા,ખોડિયાર માતા,ગાત્રાડ માતા મળી 4 દેરી, દરગાહ 2 મળી કુલ 19 સ્થળો જે જાહેર સ્થળો/સરકારી જગ્યા/રસ્તા/નગર પાલિકા ની જગ્યા મા હોય તેને દિવસ 15 મા હટાવી લેવા પાલિકા બાંધકામ શાખા,ચિફ ઓફિસર દ્વારા નોટીસ સંબધિત સ્થળોપર ચીપકવવામા આવી છે.આ સ્થળોપર કોઈ મંજૂરી લીધી હોય તો દિવસ 7 મા પાલિકામા રજૂ કરવા જણાવ્યું છે.
તળાજા પાલિકામાં ભાજપ સત્તા સ્થાને બેસતા જ આ નોટિસો નીકળતા ખાસ કરીને હિન્દૂ સમાજમાં રોષ અને કચવાટ ની લાગણી જન્મી છે.આ બાબતે ચિફ ઓફિસર દવે એ જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટ ની ગાઈડ લાઈન મુજબ માત્ર તળાજા જ નહીં રાજ્યની તમામ પાલિકા મા કાર્યવાહી કરવામાં આવી છે.
તેઓએ ઉમેર્યું હતુંકે આ પ્રથમ તબક્કો છે.સાથે એવી પણ ગાઈડ લાઈન છેકે આસ્થાને લઈ કાયદાકીય કાર્યવાહી કરીને અન્ય સ્થળોપર પણ નવેસરથી નિર્માણ કરી શકાય.
ઉલ્લેખનિય છેકે તા.18/1/11 ના રોજ ચિફ ઓફિસર એ.બી.પટેલ ના સમયગાળા દરમિયાન આ 19 આસ્થાન સ્થળો નો સમાવેશ કરવામાં આવ્યો હોવાનો વાયરલ પત્રમા ઉલ્લેખ છે.
સુપ્રીમકોર્ટની ગાઈડલાઈન કોઈ એક ધર્મ માટે ન હોય:બજરંગદળ
સૌરાષ્ટ્ર પ્રાંત ના ઉપ પ્રમુખ તળાજા ના લાખાભાઈ આહીર એ આક્રોશ ભર્યા શબ્દો સાથે પોતાનો વિડિઓ સોશિયલ મીડિયા મા વાયરલ કર્યો છે.તેઓએ જણાવ્યું હતુ કે સુપ્રિમ કોર્ટ ની ગાઈડ લાઈન કોઈ એકધર્મ કે સમૂહ માટે ન હોય.બધાજ ને લાગુ પડે. તળાજા મા ત્રણ ત્રણ માળ ના ગેરકાયદેસર બિલ્ડીંગ ઉભા છે.દબાણ હટાવો તો બધાજ હટાવો.જો તેમ થાય તો અમો જાતે દબાણ હટાવી લેશું.બાકી એક પણ કાકરી ચાળો કર્યો છે તો અમે ભૂલી જઈશું આ અમારા સાશકો છે.માત્ર અમારા જીવ ના ભોગે નહિ તમારા જીવના ભોગે પણ અમે લડી લઈશું.
નોટિસ બાબતે અમોને વિશ્વાસમાં ંલીધા જ નથી:પાલિકા પ્રમુખ
દબાણ વાળા ધાર્મિક સ્થળો હટાવી લેવાની નોટીસ બાબતે શાશક પક્ષમા પણ રોષછે.આ બાબતે પાલિકા પ્રમુખ હેતલબેન વતી કમલેશભાઈ રાઠોડ એ જણાવ્યું હતુ કે નોટીસ બાબતે ચિફ ઓફિસર દ્વારા અમોને વિશ્વાસમા લેવામાં આવ્યા નથી.નોટીસ બાબતે અમોને ખબર પડી ત્યારે અમોને ચિફ ઓફિસર દ્વારા કોર્ટના આદેશ મુજબ ની કાર્યવાહી નો ભાગ હોવાનું જણાવ્યું હતુ.