ગીરના ધાવા ગામે વાડીમાં દારૂની મહેફીલ માણતા રાજકોટના 8 સહિત નવ નબીરા પકડાયા
તાલાલા પોલીસે ધાવા ગીર ગામના સુકાવડા વિસ્તારમાં આવેલી એક વાડીમાં દારૂૂની મહેફિલનો પર્દાફાશ કર્યો છે. પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદભાઈ મારુને મળેલી બાતમીના આધારે પીઆઈ જે.એન. ગઢવીના માર્ગદર્શન હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો.સર્વેલન્સ સ્ટાફના એએસઆઇ રણજીતસિંહ ડોડીયા, પ્રતિપાલસિંહ કાગડા, આર.વી.પરમાર, રજનીભાઈ મોરી, સિદ્ધરાજસિંહ પરમાર, ગોવિંદભાઈ મારુ અને તેમની ટીમે જનક વિઠલભાઈ હિંગરાજીયાની વાડીમાં તપાસ કરી હતી. વાડીમાંથી જનક સહિત રાજકોટના આઠ શખ્સો મળી કુલ નવ આરોપીઓને પકડી પાડ્યા હતા.
રાજકોટના આરોપીઓમાં પરેશ પોપટ કોઠડીયા, પ્રીતેશ ચીમન ભાલોડિયા, દીપક જેઠા ફળદુ, જસ્મિત હરસુખ ટીલવા, રીતેશ જેન્તી સાદરિયા, હાર્દિક સવજી કાચરિયા, કિરણ અમિત જાવિયા અને દીપક ધીરજ કનેરિયાનો સમાવેશ થાય છે.પોલીસે સ્થળ પરથી પાઇપર વ્હિસ્કીની 750 મિલીની બે બોટલ, રોયલ ચેલેન્જની 180 મિલીની ત્રણ બોટલ અને રોયલ સ્ટેગની અધૂરી બોટલમાં 150 મિલી દારૂૂ જપ્ત કર્યો હતો. તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટની કલમ 66(1)બી, 65(એએ), 86, 75(એ) અને 81 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તાલાલા પોલીસે દારૂૂ અને જુગારની બદી નાબૂદ કરવા માટે કડક કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં તમામ આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે.