ભક્તિનગર સર્કલ પાસે ગીતાજંલિ હોલમાં જુગાર રમતા વેપારી સહિત નવ શખ્સો ઝડપાયા
ભક્તિનગર સર્કલ પાસે આવેલી જયનાથ હોસ્પિટલ સામે ગીતાંજલિ હોલમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે બે મહિલા સહિત નવ શખ્સોને જુગારી રમતા ઝડપી લેવામાં આવ્યા હતા આ ઘટનામાં કુલ 31,000 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
ભક્તિનગર પોલીસ મથકના પી.એસ.આઇ જે.જે. ગોહિલ અને મયુરધ્વજસિંહ જાડેજા સહિતના સ્ટાફને મળેલી બાતમીને આધારે ગીતાંજલિ હોલમાં જુગાર રમતા ભદ્રેશભાઇ ગીરધરલાલ કોઠારી જાતે (રહે.રૂૂડાનગર શેરી નં. 3,ઇસ્કોના મંદિર બાજુમાં,કાલાવાડ રોડ),હિરેનભાઇ હરેશભાઇ જોબનપુત્રા(રહે.વાણીયા વાડી શેરી નં 1/6,બાલ બટુક હનુમાનજી મંદિરની બાજુમાં),રક્ષીતભાઇ બિપીનકુમાર વોરા જાતે વાણીયા(રહે.ગાયત્રીનગર 4/10,રીધ્ધી સિધ્ધી મકાન, બોલબાલા રોડ રાજકોટ),મીત નરેશભાઇ બારડ(ઉ.વ.25 ધંધો પ્રા.નોકરી રહે સદગુરૂૂ વંદના ધામ ફલેટ નં.301 એ-2 વિંગ,સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર સોસાયટી, રૈયા ટેલીફોન એક્ષચેન્જ પાસે, રૈયા રોડ),દિવ્યભાઇ વિનોદભાઇ પોપટ(ઉ.વ.25 ધંધો નોકરી રહે.મીલપરા શેરી નં.18/20 નો ખુણો,બાલ ક્રુષ્ણ ક્રુપાસ્ત્રસ્ત્રરધુવીર પાર્ક રાજકોટ),અમનભાઇ ભદ્રેશભાઇ કોઠારી જાતે વાણીયા(રહે.રૂૂડાનગર શેરી નં. 3,ઇસ્કોના મંદિર બાજુમાં,કાલાવાડ રોડ), વિમલભાઇ સુભાષચંદ્ર મોદી(રહે કરણપરા શેરી નં 24,પાવન એપાર્ટમેન્ટ બીજો માળ,ફાયર બ્રીગેડની સામેની શેરી),ચેતનાબેન ભદ્રેશભાઇ ગીરધરલાલ કોઠારી(રહે.રૂૂડાનગર શેરી નં. 3,ઇસ્કોના મંદિર બાજુમાં, કાલાવાડ રોડ) અને અમીબેન ધવલભાઇ કોઠારી(રહે.સવન સેરેના,બી વિંગ,ફલેટ નં. 802,તરાજા બેકરી પાસે, રૈયા રોડ)ને ઝડપી 31 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.