મોરબી બસ સ્ટેન્ડ પાછળ જુગાર રમતા નવ ઝડપાયા
મોરબીના જુના બસ સ્ટેન્ડ પાછળ મચ્છીપીઠમાં રહેણાંક મકાનમાં રેડ કરી એલસીબી ટીમે જુગાર રમતા નવ જુગારીને ઝડપી લઈને 2 લાખથી વધુની રોકડ રકમ સહીત કુલ રૂૂ 3 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો છે.
મોરબી એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે મચ્છી પીઠમાં રહેતો જુસબ મોવર તેના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવે છે જે બાતમીને પગલે ટીમે રેડ કરી હતી જ્યાં આરોપીના મકાનમાં જુગાર રમતા જુસબ ઉર્ફે જુસો ગુલમહમદ મોવર, રાજેશ જીવરાજ પટેલ, સુભાન ઇકબાલ જેડા, સદામ રજાક પરમાર, સરતાજ સલીમ અંસારી, ચિરાગ રાઘવજી પટેલ, ફિરોજ મહમદ હુશેન સિપાઈ, સોયેબ સુભાન લોલાડીયા અને યાસ્મીન ઉર્ફે આરતીબેન સંજય અગેચણીયા એમ નવને ઝડપી લઈને રોકડ રૂૂ 2,2,500 અને અન્ય મુદામાલ મળીને કુલ રૂૂ 3,02,500 નો મુદામાલ જપ્ત કરી એ ડીવીઝન પોલીસ મથકમાં જુગારધારા મુજબ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.