રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

સાયબર ફ્રોડ કરવા ટોળકીનો નવો નુસ્ખો: ‘મોદી વિન ધમાકા’ના નામે 999માં મોબાઇલ વેચવાની ઓફર!

11:54 AM Nov 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને સાયબર માફિયાઓએ ઠગાઇની નવી રીત શોધી!: લોકોને સાવચેત રહેવા અપીલ

મોદી વિન ધમાકા ઓફર સાથે સાયબર માફિયાઓએ નાણાં પડવાના ઇરાદે સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામમાં મૂકીને લાલચુ લોકોને સસ્તા ભાવે મોંઘા મોબાઈલ ફોન અને બાઈક સામે બાઈકની ઓફર મૂકીને નાણાં પડાવવાનો નવો કીમિયો શોધી કાઢ્યો હોવાનો વિડિયો વાયરલ થયો છે.
તાજેતરમાં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને પણ સાયબર માફિયાઓએ મોદી વિન ધમાકાના નામે ઠગાઈની નવી રીત શોધી કાઢી છે.

ઓનલાઇન વેચાણ કરતી વિવિધ ઓનલાઇન શોપિંગ કરતી સંસ્થાઓના નામથી વિડીયો બનાવીને ઇન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે. જેમાં મોંઘા ભાવના ફોન માત્ર રૂૂપિયા 999ની ઓફર કરી છે. આ ઉપરાંત બાઈક સામે બાઈક જેવી તથા અન્ય કેટલીક લાલચ આપતી સ્કીમો પણ આ ધમાકા ઓફરમાં રજૂ કરવામાં આવી છે. જોકે સાયબર ક્રાઇમ બ્રાન્ચ આ બાબતે જરૂૂર મદદ કરતી હોય છે પરંતુ ફરિયાદ નોંધાયા બાદ મદદ શક્ય બને છે. લોભી લાલચુ ગ્રાહક જો કોઈ ચોક્કસ લિંક ઓપન કરે તો ગણતરીની મિનિટોમાં જ તેનું બેંક એકાઉન્ટ સાફ થઈ જાય છે અથવા તો મોબાઈલ હેન્ગ થઈ જાય છે. જેથી કોઈપણ લિંકની ચકાસણી વગર ક્યારેય ખોલવી નહીં તેવી સાયબર ક્રાઇમ એક્સપર્ટ નીતિન શ્રીમાળીએ જણાવ્યું છે.

Tags :
crimegujaratgujarat newsModi Win DhamakaNew trick
Advertisement
Next Article
Advertisement