30 વર્ષમાં ક્યારેય આવો કેસ જોયો નથી
એક્સિડેન્ટલ ડેથ નોંધાયા પહેલાં પોસ્ટમોર્ટમ થઇ ગયું, સીબીઆઇ અને કોલકાતા પોલીસના રિપોર્ટમાં વિરોધાભાસથી કોર્ટ ખફા
આગામી સુનાવણીએ જવાબદાર પોલીસ અધિકારીને હાજર રાખવા ફરમાન
કોલકાતાની આર.જી. કર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ બાદ હત્યાના કારણે દેશભરમાં આક્રોશ છે. આ કેસની સુનાવણી આજે સુપ્રીમ કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ મામલામાં કોલકાતા પોલીસના વલણ પર કડક ટિપ્પણી કરી હતી. જસ્ટિસ જે.બી. પારડીવાલાએ કહ્યું કે મે છેલ્લા 30 વર્ષમાં આવો કેસ જોયો નથી. કોર્ટે સીબીઆઈના સ્ટેટસ રિપોર્ટ અને કોલકાતા પોલીસના તપાસ રિપોર્ટ વચ્ચેના તફાવત પર પણ સવાલ ઉઠાવ્યા અને કોલકાતા પોલીસના વલણને શંકાસ્પદ ગણાવ્યું.
સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે આ ખૂબ જ આશ્ચર્યજનક છે કારણ કે અકુદરતી મૃત્યુની નોંધણી પહેલા પોસ્ટમોર્ટમ થાય છે. સુપ્રીમ કોર્ટે સિબ્બલને કહ્યું કે કૃપા કરીને જવાબદારી સાથે નિવેદન આપો અને ઉતાવળમાં નિવેદન ન આપો. સુપ્રીમ કોર્ટે સિબ્બલને આગળ કહ્યું કે જ્યારે તે કેસને આગામી તારીખે લઈ જાય છે, ત્યારે કૃપા કરીને કોઈ જવાબદાર પોલીસ અધિકારીને અહીં હાજર રાખો કારણ કે અકુદરતી મૃત્યુનો કેસ ક્યારે નોંધવામાં આવ્યો હતો તેનો સચોટ જવાબ કોર્ટને મળ્યો નથી. આ અંગે કોલકતા સરકાર વતી સિબ્બલે કહ્યું કે કૃપા કરીને કેસ ડાયરી જુઓ. સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે યુડી (અનૈચરલ ડેથ કેસ રિપોર્ટ) કેસ ક્યારે નોંધવામાં આવ્યો? સિબ્બલે જવાબ આપ્યો કે બપોરે 1.45 વાગ્યે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમને આ કેવી રીતે ખબર પડી? અમને બતાવો. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે કૃપા કરીને કોઈ જવાબદાર પોલીસ અધિકારીને અહીં હાજર રાખો.
ઞઉ કેસ ક્યારે નોંધવામાં આવ્યો તે અંગે અમને હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી. જસ્ટિસ પારડીવાલાએ કહ્યું, અમને કહો કે તપાસ પંચનામા ક્યારે થયું? સિબ્બલે જવાબ આપ્યો કે 4:20 થી 4:40 વાગ્યા સુધી. કોર્ટે કહ્યું કે અમારી પાસે જે રિપોર્ટ છે તે દર્શાવે છે કે તપાસ, પંચનામા અને પોસ્ટમોર્ટમ બાદ ઞઉ કેસ નોંધવામાં આવ્યો હતો. સિબ્બલે આ વાતને નકારી કાઢી હતી. આ પછી જસ્ટિસ પારડીવાલાએ કહ્યું કે રાજ્ય સરકારે આ કેસમાં એવી રીતે કામ કર્યું જે મેં મારી 30 વર્ષની કારકિર્દીમાં જોયું નથી. શું તે સાચું છે કે અકુદરતી મૃત્યુનો રિપોર્ટ 10:30 વાગ્યે દાખલ કરવામાં આવ્યો હતો? કોણ છે આ આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ નોન-મેડિકલ? તેનું વર્તન પણ ખૂબ જ શંકાસ્પદ છે, તેણે આવું વર્તન કેમ કર્યું?
સીબીઆઈએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે, પઘટના સ્થળને નુકસાન થયું હતું અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો.થ સીબીઆઈની આ દલીલનો પશ્ચિમ બંગાળ સરકારના વકીલે વિરોધ કર્યો હતો. જ્યારે કોર્ટે સીબીઆઈને પૂછ્યું કે મેડિકલ તપાસ રિપોર્ટ ક્યાં છે તો સીબીઆઈએ કહ્યું કે પઅમારી સમસ્યા એ છે કે અમને આ ઘટનાના 5 દિવસ પછી તપાસ મળી.
ક્રાઇમ સીન બદલી નખાયાનો સીબીઆઇનો દાવો
ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે સુનાવણી દરમિયાન પૂછ્યું કે આરોપીનો મેડિકલ ટેસ્ટ રિપોર્ટ ક્યાં છે? આના પર સીબીઆઈના વકીલ સોલિસિટર જનરલે કહ્યું કે, અમને આ રિપોર્ટ આપવામાં આવ્યો નથી. તો બંગાળ સરકારના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, આ કેસ ડાયરીનો ભાગ છે અને તેને રજૂ કરવામાં આવ્યો છે. આના પર એસજીએ કહ્યું કે અમે 5માં દિવસે ક્રાઈમ સીન પર પહોંચ્યા છીએ અને સીબીઆઈ તપાસ શરૂૂ કરવી એક પડકાર છે અને ક્રાઈમ સીન બદલવામાં આવ્યો છે.
ડોકટરોને કામ પર પાછા ફરવા ચીફ જસ્ટિસે ફરી અપીલ કરી
આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે હડતાળ કરી રહેલા ડોક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી હતી. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડે ડોક્ટરોને ભાવનાત્મક અપીલ કરતા કહ્યું હતું કે, તમે કામ પર પાછા ફરો કારણ કે દર્દીઓ તમારી રાહ જોઈ રહ્યા છે.