For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નેમકો બેંક કૌભાંડ: ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા, 13.5 કરોડ રોકડ જપ્ત

12:32 PM Dec 07, 2024 IST | Bhumika
નેમકો બેંક કૌભાંડ  ઇડીના અમદાવાદ મુંબઇમાં દરોડા  13 5 કરોડ રોકડ જપ્ત
Advertisement

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ માલેગાંવમાં બેંક ખાતાના દુરુપયોગ સાથે સંબંધિત એક મોટા કૌભાંડમાં અમદાવાદ અને મુંબઈમાં 7 સ્થળોએ દરોડા પાડીને રૂૂ. 13.5 કરોડની રોકડ જપ્ત કરી છે. આ મામલો નાસિક મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંક અને બેંક ઓફ મહારાષ્ટ્રના નકલી ખાતા સાથે સંબંધિત છે.ઇડીની તપાસમાં સામે આવ્યું છે કે ગઅખઈઘ બેંકમાં 14 નવા ખાતા ખોલવામાં આવ્યા હતા, જેમાં 100 કરોડ રૂૂપિયાથી વધુની રકમ જમા કરવામાં આવી હતી.

બેંક ઓફ મહારાષ્ટ્રની નાસિક શાખામાં પણ આવા જ 5 ખાતા મળી આવ્યા હતા. સિરાજ અહેમદ મોહમ્મદ હારુન મેમણ અને તેના સહયોગીઓ પર નિર્દોષ વ્યક્તિઓના ઓળખ દસ્તાવેજોનો દુરુપયોગ કરીને આ ખાતા ખોલવાનો આરોપ છે.મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન વોટ જેહાદનો મુદ્દો જોરદાર રીતે ઉઠાવવામાં આવ્યો હતો, આ મુદ્દે ભાજપના નેતા કિરીટ સોમૈયાએ દાવો કર્યો હતો કે આ ફંડિંગ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાંથી કરવામાં આવ્યું હતું. કિરીટે આ મામલે ચૂંટણી પંચમાં ફરિયાદ કરી હતી, મરાઠી મુસ્લિમ ફેડરેશન વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. ભાજપના નેતા કિરીટ સોમૈયાએ આરોપ લગાવ્યો હતો કે નકલી એકાઉન્ટ દ્વારા માલેગાંવમાં વોટ જેહાદ માટે 125 કરોડ રૂૂપિયાનું ફંડિંગ કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement