રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રામધામમાં કાર પાર્ક કરવા મુદ્દે તબીબ ઉપર પાડોશી શખ્સનો હુમલો

04:41 PM Oct 08, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

શહેરમાં કાલાવડ રોડ ઉપર આવેલ રામધામ સોસાયટીમાં રહેતા તબીબ સાથે કાર પાર્કિંગ મુદ્દે પાડોશી શખ્સે ઝઘડો કરી મારમાર્યો હતો. તબીબને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવમાં આવ્યો હતો.

આ બનાવઅંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ કાલાવડ રોડ ઉપર રામધામમાં રહેતા પ્રતિક મનસુખભાઈ દોશી નામના 44 વર્ષના તબીબ પોતાના ઘર પાસે હતા ત્યારે કાર પાર્ક કરવા મુદ્દે પાડોશમાં રહેતા મનસુખ ઉર્ફે મોન્ટુ નામના શખ્સે રાત્રીના 11 વાગ્યાના અરસામાં ઝઘડો કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં.

આ ઉપરાંત બીજા બનાવમાં શિવનગરમાં રહેતા યશપાલસિંહ કિશોરસિંહ ગોહિલ નામનો 30 વર્ષનો યુવાન રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં પીડીએમ કોલેજ પાસે હતો ત્યારે વીસુભા સહિતના શખ્સોએ ઝઘડો કરી માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકની સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement