નવાગામ ઘેડમાં યુવાન પર છરીથી પાડોશી શખ્સનો હુમલો : ફરિયાદ
પુત્રને બચાવવા જતા ઈજાગ્રસ્ત થયો
જામનગર ના નવાગામ ઘેડ વિસ્તાર માં ગત રાત્રે એક રાજપૂત યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જેથી તેને સારવાર માટે જી.જી. હોસ્પિટલ લઈ જવાયા હતા. આ બનાવ અંગે તેમણે પોતા ના પાડોશી શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર ના નવાગામ (ઘેડ) ની મધુરમ રેસીડેન્સી માં રહેતા મહાવીરસિંહ ગંભીરસિંહ ઝાલા (45) ઉપર ગઈકાલે તેના પાડોશ માં રહેતા રાજવીર ઉર્ફે રાજીયો હેમંતભાઈ મારકણા એ છરી વડે પગ ના ભાગે હુમલો કર્યો હતો. આથી મહાવીરસિંહ ને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા.જયા તેમણે આ બનાવ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ જમાદાર સોયબભાઈ મકવા હોસ્પિટલે દોડી ગયા હતા અને મહાવીરસિંહ ની ફરિયાદ ના આધારે આરોપી રાજવીર મારકણા સામે ગુનો નોંધ્યો હતો.
પોલીસ માં જાહેર કરાયા મુજબ આરોપી રાજવીર ગત રાત્રે મહાવીરસિંહ ના ઘરે પહોંચ્યો હતો. અને મહાવિરસિંહ નાં પુત્ર કર્મદીપસિંહ (17) ને બહાર બોલાવ્યો હતો, અને તેની સાથે ઝઘડો કર્યો હતો.
આથી મહાવીરસિંહ ત્યાં દોડી આવ્યા હતા અને પુત્રને છોડાવવા વચ્ચે પડતાં આરોપીએ તેની ઉપર છરી વડે હુમલો કરી દીધો હતો. પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ કરી છે.