For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શિવમ્ સોસાયટીમાં ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા વૃદ્ધને પાડોશીએ માર માર્યો

04:57 PM Dec 03, 2025 IST | Bhumika
શિવમ્ સોસાયટીમાં ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા વૃદ્ધને પાડોશીએ માર માર્યો

શહેરના સાધુવાસવાણી રોડ પર આવેલી શિવમ સોસાયટીમાં રહેતા વૃધ્ધે ઘર પાસે વાહનો રાખવાની ના પાડતા પાડોશીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાતા યુનિ. પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શિવમ સોસાયટી શેરી નં.1માં રહેતા ચમનલાલ નારણભાઇ નાંઢા (ઉ.વ.70)નામના વૃધ્ધે યનિ.પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પાડોશમાં રહેતા નિલેશ બનેસિંહ રેવર અને યુવરાજસિંહ રાજુભાઇ રેવરના નામ આપ્યા છે.

Advertisement

ફરિયાદમાં જણાવ્યા મુજબ ઉપરોકત બંને આરોપીઓ તેમના ઘરની બહાર વાહનો રાખતા હોય અને ઘરનો એઠવાળ નાખતા હોય જેથી આ બાબતે અનેક વાર સમજાવવા છતા તેઓ માનતા ન હોય અને ગઇકાલે ફરી વાર ઘર પાસે વાહનો રાખેલા હોય જે બાબતે સમજાવવા જતા ઉશ્કેરાઇ જઇ બંને આરોપીઓએ ફરિયાદીને ઢીકા પાટુનો મારમાર્યો હતો અને ‘હવે અમારી સામે બોલશો તો જાનથી મારી નાખીશ’ તેવી ધમકી આપી હતી. જેથી ઇજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે સિવિલ હોસ્પિટલમા ખસેડવામાં આવ્યા હતા.આ અંગે યુનિ. પોલીસે વૃધ્ધની ફરિયાદ પરથી બંને શખ્સો વિરૂધ્ધો મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ યુવરાજસિંહ જાડેજાએ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement