For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટંકારામાં NDPS કેસના આરોપી અને તેના પરિવારનો પોલીસ પર હુમલો

12:59 PM Jul 21, 2025 IST | Bhumika
ટંકારામાં ndps કેસના આરોપી અને તેના પરિવારનો પોલીસ પર હુમલો

મોરબી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે. અસામાજિક અને લુખ્ખા તત્વો બેખોફ બન્યાં છે. ખુદ પોલીસ પર હુમલાના બનાવો વધ્યા છે. ટંકારા પોલીસ મથકમાં અગાઉ માદક પદાર્થ વેચાણ અંગે નોંધાયેલા ગુના અંતર્ગત પોલીસ નિયમ મુજબ ટંકારામાં અવારનવાર આરોપીના ઘરે તપાસ માટે જતી હોવાથી તે સારુ ન લાગતા નાર્કોટિક્સના ગુનાના આરોપી તથા તેના પરિવારે પોલીસને ગાળો આપી ધમાલ મચાવી, રોડ પર ટ્રાફિક જામ કરતા તેને સમજાવવા ગયેલા પોલીસ કર્મીઓ પર હુમલો કરી ઇજા પહોચાડી ફરજમાં રૂૂકાવટ કરતા ગુનો નોંધવામાં આવ્યો છે.

Advertisement

ટંકારા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રમેશભાઈ ઇશ્વરભાઈ રાઠોડે આરોપી નિજામ ઇબ્રાહીમ આમરોણીયા, જેતુનબેન ઇબ્રાહીમ આમરોણીયા અને કાસમ ઇબ્રાહીમ આમરોણીયા (રહે. બધા ટંકારા) વિરુધ્ધ મારામારી, ધમકી અને ફરજમાં રૂૂકાવટની ફરિયાદ નોંધાવી છે. જેમા જણાવ્યું છે કે આરોપી નિજામ અગાઉ નાર્કોટિક્સના કેસમાં પકડાયો હતો. અને નિયમ મુજબ અવારનવાર પોલીસ તેના ઘરે ચેક કરવા જતી હતી. તો સારું ન લાગતા આરોપી નિજામ, તેની માતા જેતુનબેન અને ભાઈ કાસમ પોલીસને જેમ ફાવે તેમ અપશબ્દો બોલી રોડ પર દોડી જઇ વાહનોને અડચણરુપ બની ટ્રાફિક જામ કરતા હતા.

ટ્રાફિક અડચણ નહીં કરવા સમજાવવા અને ટ્રાફિક ક્લીયર કરાવવા જતા ત્રણેયે પોલીસ પર હુમલો કરી કાયદેસર ફરજમાં દબાણ ઉભું કરી બોલાચાલી કરી અપશબ્દો બોલી અપમાનિત કરી ફરિયાદી અને તેની સાથેના કર્મચારીને માર મારી ઇજા કરી હતી. અને હવે ઘરે તપાસ કરવા આવશો તો તમને બધાને જોઇ લઇશ તેવી ધમકી આપી હતી. ટંકારા પોલીસે આરોપીઓ વિરૂૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement