83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યો
71 ગુનામાં પકડાયેલા માદક પદાર્થોનો ભચાઉ પાસે કટારિયા ગામની ભઠ્ઠીમાં નિકાલ કરાયો
તાજેતરમા ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજકોટ શહેરમા 4 પોલીસ કમિશ્નર સહીત 18 અધિકારીઓ સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામા આવી હતી. આ ક્રાઇમ કોન્ફરન્સમા યુવાનોને ડ્રગ્સના દુષણથી દુર કઇ રીતે રાખવા ?
તે પ્રશ્ર્ન પર ચર્ચાઓ કરવામા આવી હતી તેમજ સરકારના 3 અલગ અલગ પ્રોજેકટ જેમા એક વાત તમારી, એક વાત અમારી. બીજો પ્રોજેકટ તેરા તુજકો અર્પણ અને ત્રીજો પ્રોજેકટ જેમનુ મેન્ટર પ્રોજેકટ તરીકે નામ આપવામા આવ્યુ છે.
આ મેન્ટર પ્રોજેકટ અંતર્ગત દારૂ અને માદક પદાર્થો સાથે સંકળાયેલા 8640 શખ્સો પર નજર રાખવા પોલીસમેનોને મેદાનમા ઉતાર્યા છે.
ત્યારે રાજકોટ શહેરમા એક વર્ષ દરમિયાન અલગ અલગ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલા એનડીપીએસના 71 કેસોના મુદામાલનો નિકાલ કરવા માટે ડ્રગ્સ ડિસ્પોઝેબલ કમિટીની રચના કરવામા આવી છે. ત્યારે નાર્કોટીકસ કેસોમા પકડાયેલા ગાંજો, મેફેડ્રોન ડ્રગ્સ, અફીણના લીલા છોડ, પોશડોડા, કેનાબીઝના ઘટકવાળી પડીકીઓ, મોરફીન અને ચરસ એમ કુલ મળી રૂ. 83 લાખનો મુદામાલનો કચ્છના ભચાઉ પાસે કટારીયા ગામે આવેલી સૌરાષ્ટ્ર એન્વાયરો પ્રોજેકટ પ્રા. લી. કંપનીમા આવેલ ભઠ્ઠીમા નાખી નાશ કરવામા આવ્યો હતો. જેમા અધ્યક્ષ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી બી. બી. બસીયા અને એસઓજી પીઆઇ એસ. એમ. જાડેજા હાજર રહયા હતા.