પડાણા (મેઘપર) પંથકની મૂક બધિર સગીરા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો
પોલીસ તંત્ર માટે આ પડકારજનક કેસમાં એસપી દ્વારા સ્પેશિયલ ટીમની રચના કરાઈ હતી
જામનગર જિલ્લા નાં મેઘપર (પડાણા) પંથકની એક મુક બધિર સગીરા સાથે દુષ્કર્મ ગુજારી તેણીને ગર્ભવતી બનાવી દેવાના કેસમા આખરે પોલીસે આરોપીને શોધી કાઢી તેની ધરપકડ કરી છે. આ ચેલેંજીંગ કેસ નાં ઉકેલ માટે એસ પી એ ખાસ ટીમ ની રચના કરી હતી. પડાણા ( મેઘપર ) પોલીસ સ્ટેશન મા ગત તા.21/08/2024 ના રોજ એક સગીરા કે જે મુક- બધીર હોય તેની શારીરીક અસક્ષમતાનો લાભ લઈ કોઈ અજાણ્યા વ્યક્તિએ ભોગબનનાર સગીરાની મરજી વિરૂધ્ધ બળજબરીથી શરીર સંબંધ બાંધી દુષ્કર્મ ગુજારી ચાર માસનો ગર્ભ રાખી દીધા અંગે સગીરાના માતા દ્વારા ફરીયાદ નોંધાવાઈ હતી. આથી પોલીસે દુષ્કર્મ તથા પોક્સો એક્ટ કલમ મુજબ ગુન્હો નોંધ્યો હતો.
આ ગુન્હો ગંભીર અને સંવેદનશીલ હોય જેથી જામનગર પોલીસ અધિક્ષક જામનગર પ્રેમસુખ ડેલુ દ્વારા એસ.આઇ.ટી. (સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમ)ની રચના કરવામાં આવી હતી.જેમાં મુખ્ય માર્ગદર્શક અધિકારી તરીકે આર.બી.દેવધા ના.પો.અધિ. જામનગર (ગ્રામ્ય) , , સહાયક માર્ગદર્શક અધિકારી તરીકે એન.બી.ગોરડીયા , પ્રો.ના પો.અધિ , તથા મુખ્ય તપાસ અધિકારી તરીકે પી.ટી.જયસ્વાલ, પોલીસ ઇન્સ. મેઘપર (પડાણા) પો.સ્ટે. તેમજ સહાયક તપાસ અધિકારી તરીકે વી.એમ.લગારીયા (એલ.સી.બી શાખા જામનગર) નાઓની નિમણુંક કરવામાં આવી હતી.
આ ગુન્હાની તપાસ અનડીટેક્ટ હોય આરોપી અંગે કોઇ માહીતી ન હોય અને ભોગબનનાર સગીરા જન્મ થી મુક-બધીર હોય તેમજ કોઇ અભ્યાસ કે તાલીમ મેળવેલ ન હોય જેથી ગુન્હો ચેલેંજીંગ હતો.આ કેસ ની તપાસ માટે એસ આઇ ટી ની ટીમ ઉપરાંત બી.એન.ચૌધરી (પોલીસ ઇન્સ. -એસ.ઓ.જી. શાખા) પોતાના સ્ટાફ સાથે તથા પી.ટી.જયસ્વાલ, પોલીસ ઇન્સ. મેઘપર (પડાણા) પો.સ્ટે. નાઓ મેઘપર પોલીસ સ્ટાફ સાથે ગુન્હાની જીણવટ ભરી અને તલપર્શી તેમજ વૈજ્ઞાનીક ઢબે તપાસ શરૂૂ કરી મુક બધીર શાળા ના સાઇન લેંગવેઝ ના એક્ષપર્ટ શીક્ષીકા મીનાક્ષીબેન જાની ની મદદ મેળવી સગીરા ની અવાર-નવાર પુછ-પરછ કરી ઇશારો મારફતે તેમજ શકદારો તપાસી ફોટાઓ બતાવી આરોપી અંગે માહીતી મેળવી તેમજ અમુક જગ્યાઓ તપાસી તેમજ એકજી. મેજી. જામનગર (ગ્રામ્ય) સમક્ષ શકદારોની ઓળખ કરાવતા સગીરા દ્વારા આ કામેના આરોપી શક્તિસિંહ ગુમાનસિંહ જાડેજા ( રહે. મોટી ખાવડી ગામ, તા.જી.જામનગર) વાળા ને ઓળખી બતાવતા તેમજ તપાસ દરમ્યાન મળી આવેલ હકિકતો તથા પુરાવા આધારે આરોપી શક્તિસિંહ ગુમાનસિંહ જાડેજા ની ધરપકડ કરી ગુન્હા નો ભેદ ઉકેલી નાખ્યો છે. અને આરોપી વિરૂૂધ્ધ પી ઇન્સ. પી.ટી.જયસ્વાલ એ વધુ કાર્યવાહી હાથ ધરી છે.