For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજા

11:36 AM May 21, 2025 IST | Bhumika
સુરેન્દ્રનગરમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમ ડોસાને 20 વર્ષની સજા

2020ના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટનો ચુકાદો: ચોકલેટ આપવાનું કહી કૃત્ય કર્યુ’ તુ

Advertisement

સુરેન્દ્રનગર શહેરમાં રહેતા એક પરિવારની 7 વર્ષીય બાળકીને પડોશમાં રહેતો એક 70 વર્ષનો ડોસો ચોકલેટ આપવાનું કહીને તેના ઘરે લઈ ગયો હતો. જેમાં આરોપી સામે અડપલાંની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. પરંતુ પોલીસ ફરિયાદ બાદ મેડીકલ ચેકઅપમાં દુષ્કર્મ સામે આવતા આ કલમ ઉમેરાઈ હતી. આ અંગેનો કેસ સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરા, બાળકીઓ, મહિલાઓ સાથે અનીચ્છનીય બનાવો ચિંતાજનક રીતે સામે આવે છે. હજુ સોમવારે જ કોર્ટે ચોટીલાની સગીરાને ભગાડી જઈ દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે.

ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરનાર 20 વર્ષના નરાધમ ડોસાને પણ 20 વર્ષની સજા મળી છે. વધુમાં મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર એક વિસ્તારમાં રહેતા પરીવારના પતિ-પત્ની મજુરી કરે છે. તેઓ કામે જાય ત્યારે સંતાનોને સાસુ-સસરા પાસે મુકીને જતા હતા. તા. 2-8 -20 ના રોજ દંપતી મજુરીએ ગયા બાદ બપોરના સમયે પડોશમાં જ રહેતો 70 વર્ષીય રમણ સોમાભાઈ પનારા શ્રામજીવી પરીવારની 7 વર્ષની કુમળી વયની બાળકીને ચોકલેટ આપવાનું કહીને તેના ઘરે લઈ ગયો હતો. અને ખોળામાં બેસાડી અડપલ કર્યા હોવાનું તથા આ વાત કોઈને કહેતી નહી તેવુ કહ્યુ હોવાનું બાળકીએ ઘરે આવી જણાવ્યુ હતુ.

Advertisement

બનાવની તા. 8-8-20 ના રોજ એ ડીવીઝન પોલીસ મથકે બાળકીની માતાએ રમણ પનારા સામે પોકસોની કલમ સાથે ફરિયાદ નોંધાવી હતી. જેમાં તત્કાલીન પીએસઆઈ વી.એન.જાડેજા, નારણભા ગઢવી, દશરથસીંહ ચીત્રા સહિતનાઓએ આરોપીને ઝડપી લીધો હતો. અને આરોપીને તથા દિકરીને મેડીકલ ચેકઅપ માટે લઈ જવાતા ડોસાએ દુષ્કર્મ કર્યુ હોવાનું સામે આવતા પોલીસ ફરિયાદમાં રહેલ અડપલાની કલમ ઉપરાંત દુષ્કર્મની કલમ ઉમેરાઈ હતી. આ અંગેનો કેસ સુરેન્દ્રનગર સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી જતા મુખ્ય જિલ્લા સરકારી વકીલ એમ.પી.સભાણીની દલીલો, મૌખીક અને દસ્તાવેજી પુરાવાને ધ્યાને લેવાયા હતા. જજ એન.જી.શાહે ભોગ બનનારની ઉંમર અને આરોપીની ઉંમર જોઈ આવા કેસો હાલના સમયમાં ચિંતાજનક રીતે સામે આવતા હોવાનું માની આરોપી રમણ પનારાને 20 વર્ષના કારાવાસની સજા ફટકારી ન્યાય કર્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement