ખંભાળિયાના બારા ગામે હથિયાર જમા નહીં કરાવનાર શખ્સની અટક
ખંભાળિયા તાલુકા સાથે જિલ્લામાં હાલ ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે. જેને અનુલક્ષીને જિલ્લાના સક્ષમ અધિકારી દ્વારા જિલ્લાના કોઈપણ આસામી પાસે રહેલું પોતાનું પાક રક્ષણ કે આત્મ રક્ષણનું હથિયાર સ્થાનિક પોલીસ મથકમાં જમા કરાવવા માટે હુકમ કરવામાં આવ્યો છે.આ હુકમને અનુલક્ષીને દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસ દ્વારા જરૂૂરી કાર્યવાહી કરવામાં આવી છે. જેને સંદર્ભે એસ.ઓ.જી. પી.આઈ. પી.સી. સીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા તેમજ મહાવીરસિંહ ગોહિલને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ઉગમણા બારા ગમે રહેતા મહાવીરસિંહ માનસંગજી જાડેજા નામના શખ્સે પોતાનું પાક રક્ષણ અંગેનું પરવાના વાળું હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા ન કરાવતા પોલીસની ટીમે તેની ચોક્કસ કલમ હેઠળ અટકાયત કરી અને તેની સામે શાસ્ત્ર અધિનિયમ હેઠળ સલાયા મરીન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ સમગ્ર કાર્યવાહી એસ.ઓ.જી.ના પી.આઈ. પ્રશાંત સિંગરખીયા, હેડ કોન્સ્ટેબલ હરદીપસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ અને લખમણભાઈ આંબલીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.