ભાવનગરના ભૂતેશ્વર ગામે નોનવેજ હોટલ ચલાવતા યુવાનનું ખૂન
ગાળો બોલવાની ના પાડતાં બે શખ્સોએ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા
ભાવનગર જિલ્લામાં ઘોઘા તાબેના ભૂતેશ્વર ગામે યુવાનની કરપીણ હત્યા નો બનાવ બનવા પામ્યો છે.
ખૂન ના આ બનાવ ની પ્રાપ્ત થતી માહિતી ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામે બિચ્છુ નામની નોનવેજની હોટેલ ધરાવતા યુવાન પિયુષ મંગાભાઈ કંટારીયા ઉ.વ.34 પર બે શખ્સોએ તિક્ષણ હથિયારના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. લોહીયાર હાલતે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવાનને 108 મારફતે ઘોઘા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. હત્યાનો બનાવ બનતા DYSP ,LCB , SOG અને ઘોઘા પોલીસ સહિતનો મસમોટો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.મૃતક યુવાનની લાશને પી.એમ માટે ખસેડી પોલીસે તપાસ હાથ ધરી છે. હોટલમાં જમવા આવેલા બે શખ્સો ગાળો બોલતા હોય તેને ના પાડતા ઝઘડો થયો હતો અને તેને કારણે તેની ઉપર જીવલેણ હુમલો થયા હોવાનો જાણવા મળેલ છે. આ અંગે ઘોઘા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.