અમરેલીમાં લગ્નપ્રસંગમાંથી 2.63 લાખના દાગીનાની થેલી ચોરનાર એમપીનો શખ્સ પકડાયો
અમરેલીમા ભોજલપરામા કેરીયારોડ પર રહેતા રાજેશભાઇ હરીભાઇ રેણુકાની દીકરીના લગ્ન ગત 25મી તારીખે યોજાયા હતા. લાઠી રોડ પર ગણેશ પાર્ટી પ્લોટમા મોરબીથી જાન આવી હતી અને દીકરીને ક્ધયાદાનમા આપવા માટેના 2.63 લાખના સોના ચાંદીના દાગીના ક્ધયાની માતાએ પોતાની પાસે થેલીમા રાખ્યા હતા. લગ્ન મંડપમા આ થેલી તેમણે પગ પાસે રાખી હતી. જે કોઇ શખ્સ ધ્યાન ચુકવીને ચોરી ગયો હતો.
આ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે સીસીટીવી અને લગ્નના વિડીયોના આધારે તપાસ શરૂૂ કરી હતી. અને એક શંકાસ્પદ શખ્સની ઓળખ મળી હતી. જો કે આ શખ્સ આ વિસ્તારનો ન હોય અને છેક મધ્યપ્રદેશનો હોય પોલીસને તેની ઓળખ મેળવવામા ભારે મથામણ કરવી પડી હતી. અને લાંબી તપાસના અંતે તે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાનો વિકાસ શલકરામ સાંસી (ઉ.વ.23) હોવાનુ ખુલતા એલસીબીની ટીમે તેને ઉઠાવી લીધો હતો. આ શખ્સ પાસેથી પોલીસને અમરેલીમાથી ચોરાયેલા તમામ દાગીના મળી આવ્યા હતા. એટલુ જ નહી જુનાગઢમાથી તે જ દિવસે એક લગ્ન પ્રસંગમાથી ચોરેલા દાગીના તથા આણંદ શહેરના એક લગ્ન પ્રસંગમાથી તે જ દિવસે ચોરેલા દાગીના મળી કુલ 14.31 લાખનો મુદામાલ મળી આવ્યો હતો. તેની સાથે ચોરીમા તેના જ વિસ્તારના અન્ય ત્રણ શખ્સોના પણ નામ ખુલ્યા છે જે આ જ રીતે લગ્ન પ્રસંગમા ચોરી કરતા હતા.
સોનાના 60 તોલાના દાગીના જૂનાગઢમાંથી ચોર્યા હતાઅમરેલી આવતા પુર્વે વિકાસ સાંસી અને તેની ટીમે જુનાગઢમા હાઇવે પર એક લગ્ન પ્રસંગ ચાલી રહ્યો હોય પાર્ટી પ્લોટમા ઘુસી રેકી કરી હતી અને એક બહેન પાસે દાગીનાનો થેલો હોય તેનુ ધ્યાન ભટકાવી 60 તોલા સોનાના દાગીના ઉપરાંત ચાંદીના દાગીનાની ચોરી કરી હતી.