સાધુ વાસવાણી રોડ ઉપરથી પોસ્ટમેનનું પાર્સલ ભરેલા મોટરસાઈકલની ઉઠાંતરી
શહેરના સાધુવાસવાણી રોડ ઉપર ટપાલ દેવા ગયેલા પોસ્ટમોનનું અલગ અલગ 46 પાર્સલ સાથેનું મોટરસાયકલ વાહન ચોર હંકારી જતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે આ વાહન ચોરની શોધખોળ શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ શહેરના ભાવનગર રોડ ઉપર ન્યુ સર્વોદય સોસાયટી થોરાળામાં રહેતા અને પોસ્ટ વિભાગમાં પોસ્ટમેન તરીકે નોકરી કરતા મુળ અમરેલીના કુકાવાવ તાલુકાના ખડખડ ગામના હિતેશ કુમાર દલપતભાઈચૌહાણે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે બપોરે તેઓ પોસ્ટ ઓફિસના પાર્સલ લઈને સાધુવાસવાણી રોડ ઉપર ટપાલ અને પાર્સલ દેવાગયા હતા.
ત્યારે સાધુવાસવાણી રોડ ઉપર આવેલ કોપર હાઈટ્સ બિલ્ડીંગમાં આરર્ટીકલની ડિલેવરી કરવા ગયા ત્યારે તેનું મોટરસાયકલ નંબર જીજે 14 એબી 3817 ફૂટપાથ ઉપર પાર્ક કરી બિલ્ડીંગમાં પાર્સલ આપીને પરત આવ્યા ત્યારે તેમનું મોટર સાયકલ કોઈ હંકારી ગયું હતું. આ મોટરસાયકલમાં અલગ અલગ 46 જેટલા પાર્સલો હતા તે પણ ચોરી થઈ ગયા હોય જે મામલે યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોધાવતા પોલીસે ગુનો નોંધીસીસીટીવી ફુટેજના આધારે આ વાહન ચોરની શોધખોળ શરૂ કરી છે.