ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

ગુજરાત સહિત દેશના 500થી વધુ લોકોને સાયબર ગુલામીમાં ધકેલી દીધા

03:46 PM Nov 17, 2025 IST | admin
Advertisement

 

Advertisement

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એકસલન્સે માનવ તસ્કરીના મોટા નેટવર્કનો કર્યો પર્દાફાશ, માસ્ટર માઈન્ડ ઝડપાયો

30થી વધુ પાકિસ્તાની હેન્ડલર અને 100થી વધુ કંપનીઓના એચ.આર.નેટવર્કની સંડોવણીનો ઘટસ્ફોટ

ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આંતરરાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, અલગ-અલગ દેશોના નાગરિકોને સાયબર ગુલામીમાં નાખ્યા હતા અને 500થી વધુ નાગરિકોને સાયબર ગુલામીમાં નાખ્યા હોવાની વાત સામે આવી છે, ઝડપાયેલ આરોપી 30થી વધુ પાકિસ્તાની હેન્ડલરના સંપર્કમાં હતો અને 100થી વધુ કંપનીઓના ઇંછ નેટવર્ક સાથે સંપર્કમાં હતો.

મ્યાનમારમાં માફીયાઓ દ્વારા સંચાલિત કૌભાંડના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે, ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજેરીયા, ઈજિપ્ત, કેમરોન દેશોના 500થી વધુ નાગરિકોને સાયબર ગુલામીમાં નાખ્યા હતા અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે, સાયબર ફ્રોડના એકમોને માણસો પહોંચાડવાનું કામ કરતી 100થી વધુ કંપનીઓના એચઆર નેટવર્ક સાથે પણ સંપર્કમાં હતો આરોપી. ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે કરેલી તપાસમાં બહાર આવ્યું છે કે સરહદ પારના મોટા સાયબર ક્રાઇમ નેટવર્કના ગુજરાતના અનેક જિલ્લામાં હતા મ્યુલ એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતાં.

ગુજરાતના સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે મ્યાનમારના કેકે પાર્કમાં માફિયાઓ દ્વારા સંચાલિત કૌભાંડ કેન્દ્રો પાછળના મુખ્ય આરોપીની ધરપકડ કરીને એક મોટી સફળતા મેળવી છે. આ મુખ્ય આરોપી ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરીયા, ઇજિપ્ત, કેમરૂૂન, બેનિન અને ટ્યુનિશિયાના 500 થી વધુ નાગરિકોને મ્યાનમાર, કંબોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ અને દુબઇમાં સાયબર ગુલામીમાં ધકેલીને તેમની તસ્કરી કરવા માટે જવાબદાર હતો.

તપાસમાં મુખ્ય આરોપી દ્વારા ચલાવવામાં આવતા એક અત્યંત સંગઠિત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય ટ્રાફિકિંગ અને સાયબર-ફ્રોડ નેટવર્કનો પર્દાફાશ થયો છે, જેને 126 થી વધુ સબ એજન્ટો દ્વારા ટેકો આપવામાં આવ્યો હતો. તેણે 30 પાકિસ્તાની હેન્ડલર્સ સાથે સતત સંપર્ક જાળવી રાખ્યો હતો અને સાયબર-ફ્રોડ કેમ્પોને માનવશક્તિ સપ્લાય કરતી 100 થી વધુ ચીની અને વિદેશી કંપની ઇંછ નેટવર્ક સાથે સીધા જોડાણો રાખ્યા હતા.

આ અગાઉ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે 8 નવેમ્બર 2025ના રોજ મોટા સાયબર ક્રાઇમ નેટવર્કનો કર્યો પર્દાફાશ કર્યો હતો. ગુજરાત સાયબર ક્રાઇમ સેન્ટર ઓફ એક્સેલન્સે મોરબી, સુરેન્દ્રનગર, સુરત અને સાવરકુંડલા સહિત અનેક જિલ્લાઓમાં કાર્યરત એક મોટા ‘મ્યુલ એકાઉન્ટ’ નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો, જે પાકિસ્તાન સાથે સીધા નાણાકીય સંબંધો ધરાવતો હતો. સાત સ્તરે અગાઉ પણ ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સે નાણાંના વ્યવહારોને નજીકથી શોધી કાઢ્યા હતા, ગુજરાત સાયબર ટીમે શરૂૂઆતના ભારતીય ખાતાઓથી લઈને ક્રિપ્ટોકરન્સી (ઞજઉઝ) વ્યવહારો સુધીના સાત સ્તરે નાણાંના વ્યવહારોને નજીકથી શોધી કાઢ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે ₹10 કરોડ પાકિસ્તાની ઇશક્ષફક્ષભય ઞજઉઝ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા, જેને ભારતીય ખાતાઓમાંથી કુલ ₹25 કરોડથી વધુ પ્રાપ્ત થયા હતા. આ નેટવર્ક ગેંગ માટે ભંડોળના મુખ્ય સ્ત્રોતોમાંનું એક છે.

 

 

જૂનાગઢના દંપતિએે 41 લોકોને બે પાક. હેન્ડલરના કહેવાથી મ્યાનમાર-દુબઈ-વિયેતનામ-મલેશિયા મોકલી દીધા
ગુજરાતના ગાંધીનગરમાં સાયબર ક્રાઈમ યુનિટે એક મોટા માનવ તસ્કરી અને સાયબર છેતરપિંડી રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે, જેઓ પાકિસ્તાની હેન્ડલર્સ અને ચીની ગેંગ સાથે મળીને ભારતીય નાગરિકોને મ્યાનમાર, વિયેતનામ, દુબઈ અને મલેશિયા મોકલતા હતા, જ્યાં તેમને બંધક બનાવીને સાયબર ગુના કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. માનવ તસ્કરીના આ રેકેટમાં પાકિસ્તાનની સંડોવણી પણ બહાર આવી છે. બે પાકિસ્તાન હેન્ડલર ગુજરાતના ત્રણ વ્યક્તિઓને એજન્ટ બનાવ્યા હતાં. તેઓ ગુજરાતમાંથી અલગ અલગ જગ્યાએથી નોકરી ઈચ્છુક યુવાનોના સંપર્ક કરતાં હતાં આ યુવાનોને વિદેશમાં ડેટા એન્ટ્રીના બહાને નોકરી પર મોકલવામાં આવતાં હતાં. જ્યાં ડેટા એન્ટ્રીની નોકરીની જગ્યાએ તેઓને સાયબર ક્રાઈમના ગુના આચરવા માટે ફરજિયાત ટ્રેનીંગ આપીને ઓનલાઈન ધરપકડ, સાયબર ફ્રોડ સહિતના ગુનાઓને અંજામ આપવામાં આવતો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓમાં જૂનાગઢના સોનલ ફડદુ, સંજય ફડદુ અને આણંદ જિલ્લાના શૈલેષ ડાભીનો સમાવેશ થાય છે. પાકિસ્તાની એજન્ટ મિયાઝ અલી અને તનવીર સાથે મળીને ત્રણ આરોપીઓએ અત્યાર સુધીમાં કુલ 41 ભારતીય નાગરિકોને વિવિધ દેશોમાં મોકલ્યા છે. જેમાં પાંચ મ્યાનમાર, 15 દુબઈ, 15 વિયેતનામ અને છ મલેશિયાનો સમાવેશ થાય છે. આ દેશોમાં એરપોર્ટ પર ભારતીય નાગરિક પહોંચતાની સાથે જ ચીની ગેંગના એજન્ટો તેમને પકડી લેતા હતા.

 

Tags :
crimecyber crimegujarat news
Advertisement
Next Article
Advertisement