ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સાંજે 6થી 12માં જ બને છે હુમલા-મારામારીની વધુ ઘટનાઓ

01:14 PM Feb 19, 2025 IST | Bhumika
Advertisement

45 ટકા ધમાલના બનાવો રાજકોટ-અમદાવાદ-સુરત અને વડોદરામાં જ નોંધાય છે: પોલીસનું રસપ્રદ એનાક,ક;સ

Advertisement

ગુજરાત પોલીસે ગુના સંબંધી ડેટાના એનાલિસીસ કરતા એવી વિગતો સામે આવી છે કે, શરીર સંબંધી એટલે કે હુમલા-મારામારીના બનતા ગુના મોટાભાગે સાંજે 6 થી રાત્રીના 12 વાગ્યા સુધીમાં બને છે. એમા પણ રાજ્યમાં નોંધાતા શરીર સંબંધી કુલ ગુનાના 45 ટકા કેસ ગુજરાતના ચાર મુખ્ય શહેરના 33 પોલીસ મથકના વિસ્તારમાં જ બનવા પામે છે.

ડેટા ડ્રિવન પોલિસિંગ પર વિશેષ ભાર મુકી રાજ્યમાં બની રહેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ઇ-ગુજકોપમાં ઉપલબ્ધ ડેટાનો બારીક અભ્યાસ કરવામાં આવ્યો છે.

આ ડેટા આધારિત અભ્યાસમાં ક્રાઇમ ટ્રેન્ડ અને હોટ સ્પોટનું વિશ્ર્લેષણ કર્યા બાદ ચાર મુખ્ય કમિશ્નરેટ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટના 33 અસરગ્રસ્ત પોલીસ સ્ટેશનોને ચિન્હિત કરવામાં આવ્યા છે, જ્યાં સાંજે 6 થી રાત્રે 12 દરમિયાન શરીર સંબંધી ગુનાઓ વધુ બન્યા હોવાનું ધ્યાને આવ્યુ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે આ બાબતને ગંભીરતાથી લઈ ખાસ એક્શન પ્લાનના ભાગરૂૂપે SHASTRA (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે, જે આ ગુનાઓને નિયંત્રણમાં રાખવા મહત્વપૂર્ણ સાબિત થશે.

રાજ્યમાં બનતા વિવિધ ગુનાઓ તથા ગુનેગારોની મોડસ ઓપરેન્ડી પર અંકુશ લાવવા ગુજરાત પોલીસ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવે છે, ત્યારે છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં બનેલા શરીર સંબંધી ગુનાઓ અંગે ગુજરાત પોલીસ દ્વારા ડિટેઇલ એનાલીસીસ કરવામાં આવ્યુ તેમાં ધ્યાને આવ્યુ છે કે, સમગ્ર ગુજરાતમાં બનેલા કુલ શરીર સંબંધી ગુનાઓ પૈકી અંદાજે 25 ટકા ગુનાઓ ચાર મહાનગરોમાં બન્યા છે. એટલુ જ નહિ, આ ગુનાઓ પૈકી 45 ટકા ગુનાઓ સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બન્યા છે.

તેમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરના 50 પોલીસ સ્ટેશન પૈકી 12 પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ શરીર સંબંધી 50 ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસ દરમિયાન ધ્યાને આવ્યુ છે. તે જ રીતે સુરત શહેરના કુલ-33 પોલીસ સ્ટેશન પૈકી 9 પોલીસ સ્ટેશન વિસ્તારમાં, વડોદરા શહેરના કુલ-27 પોલીસ સ્ટેશન પૈકી 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં અને રાજકોટ શહેરના કુલ-15 પોલીસ સ્ટેશન પૈકી 05 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 50 ટકાથી વધુ ગુનાઓ બનતા હોવાનું અભ્યાસમાં ધ્યાને આવ્યુ છે.

ખાસ પ્રોજેકટ અમલમાં
ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવેલા આ ડિટેઇલ એનાલીસીસને અંતે રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે શરીર સંબંધી ગુનાઓને અંકુશમાં લેવા માટે હોટસ્પોટ બનેલા ચાર મહાનગરોના 33 પોલીસ સ્ટેશન વિસ્તારમાં „ SHASTRA (Sharir Sambandhi Tras Rokva Abhiyan) પ્રોજેક્ટ અમલમાં મુકી Evening Policingપર ખાસ ભાર મુક્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ, સાંજે 6 થી રાત્રે 12 વાગ્યા વચ્ચે વિશેષ પોલિસિંગ ટીમો તૈનાત કરવામાં આવશે, જેથી શહેરોના સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધુ મજબૂત બને. તે ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના 33 પોલીસ સ્ટેશનો, જ્યાં શરીર સંબંધી ગુનાઓનું પ્રમાણ ઉંચું છે, ત્યાં વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. જઇંઅજઝછઅ ટીમો દરેક પોલીસ સ્ટેશન માટે નિશ્ચિત કરવામાં આવશે અને તેમનો રોલકોલ સાંજે 8 વાગ્યાને બદલે દરરોજ સાંજે 6 વાગ્યે લેવાશે.

Tags :
crimegujaratgujarat newsrajkotrajkot newsrajkot police
Advertisement
Next Article
Advertisement