વ્યાજખોરોના ત્રાસથી મોરબીના યુવાનનો ઝેરી દવા પી આપઘાત
પોલીસકર્મી-પત્રકાર સહિત 11 શખ્સો સામે નોંધાતો ગુનો
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે જીવન ટૂંકાવ્યું છે. નવલખી રોડ સ્થિત ઓફિસમાં દોઢ મહિના પહેલા ઠંડાપીણાની સેલ્સ એજન્સી ચલાવતા નિલેશભાઈ મકવાણાએ ઝેરી દવા પી લીધી હતી. સારવાર દરમિયાન મોરબી સિવિલ હોસ્પિટલમાં તેમનું ફમૃત્યુ થયું હતું. મૃતક પાસેથી મળેલી ત્રણ પાનાની સુસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. નોટમાં તેમણે એક પોલીસકર્મી અને એક પત્રકાર સહિત 11 વ્યક્તિ પાસેથી વ્યાજે લીધેલા રૂૂપિયાનો ઉલ્લેખ કર્યો છે. વ્યાજ સાથે મૂળ રકમથી વધુ રૂૂપિયા ચૂકવ્યા છતાં તેમને સતત હેરાન કરવામાં આવતા હતા.
નિલેશભાઈ હિતેશ માર્કેટિંગ કોલ્ડ્રીંક્સ સેલ્સ એજન્સી ચલાવતા હતા. ધંધાકીય જરૂૂરિયાત માટે તેમણે વિવિધ સમયે જુદી જુદી રકમ વ્યાજે લીધી હતી. મૃતકના ભાઈ જીગ્નેશભાઈ મકવાણાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓમાં નિલેશભાઈ ભીમાણી, રવિભાઈ ડાંગર, પ્રકાશભાઈ પિથામલ, રવિભાઈ ઝાલરીયા, હિતેન્દ્રસિંહ જાડેજા, પોલીસકર્મી યોગીરાજસિંહ જાડેજા, કિરીટસિંહ જાડેજા, મયુરસિંહ સરવૈયા, ભગીરથસિંહ જાડેજા, પ્રશાંતભાઈ ચીખલીયા અને પત્રકાર ઋષિભાઈ મહેતાનો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી શરૂૂ કરી છે.