For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીનાં વેપારી સાથે ક્રિપ્ટોમાં કમાણીની લાલચ આપી રૂા.1.51 કરોડની છેતરપિંડી

12:17 PM May 26, 2025 IST | Bhumika
મોરબીનાં વેપારી સાથે ક્રિપ્ટોમાં કમાણીની લાલચ આપી રૂા 1 51 કરોડની છેતરપિંડી

મોરબી શહેરમાં રહેતા અને વેપાર કરતા વેપારીને અજાણ્યા શખ્સોએ વોટ્સએપ દ્વારા વાતચીત કરી વેપારીને રૂૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી વેપારી પાસેથી રૂૂ.1,51,02,500 યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂૂપિયા આજ સુધી પરત ન આપી છેતરપીંડી કરી હોવાની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

Advertisement

મળતી માહિતી મુજબ મોરબી કાયાજી પ્લોટ 08 પ્રમુખ હાઇટસ -1 મા રહેતા અને વેપાર કરતા નૈમીશ કનૈયાલાલ પંડીત (ઉ.વ.39) એ આરોપી અજાણ્યા શખ્સો વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મોરબી શક્તિ ચેમ્બરમાં સીમકો સેલ્સ એજન્સી નામની ઓફિસમાં હોય ત્યારે આરોપીઓએ વ્હોટસએપ દ્રારા વાતચીત કરી ફરીયાદિને ઓન લાઇન યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી વ્હોટસએપ દ્રારા વાતચીત કરી ફરીયાદિને રૂૂપીયા કમાવવાની લોભામણી લાલચ આપી ફરીયાદિનો વિશ્વાસ ભરોસો કેળવી બાદમાં અલગ અલગ બહાના હેઠળ ફરીયાદી પાસેથી કુલ રૂૂ. 1,51,02,500/- ફરીયાદી પાસે યુ.એસ.ડી.ટી. ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી જે રોકાણ કરેલ ફરીયાદીના લેણા થતા રૂૂપીયા ફરીયાદીને આજ દિન સુધી પરત નહી આપી ફરીયાદી સાથે છેતરપીંડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement