For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબીના બિલ્ડર પુત્રએ જ પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યા

11:50 AM May 30, 2025 IST | Bhumika
મોરબીના બિલ્ડર પુત્રએ જ પોતાની ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાવ્યા

માળિયાના મોટા દહીંસરા નજીક બિલ્ડર પુત્ર પર ફાયરીંગ પ્રકરણમાં મોટો ધડાકો થયો છે જેમાં વેપારીએ દેવું વધી જતા લેણદારોને રૂૂપિયા ચુકવવા ના પડે તે માટે પોતે જ 3 લાખ આપવાનું નક્કી કરી પોતાના પર ફાયરીંગ કરાવ્યું હતું એલસીબી ટીમે ફાયરીંગ કરનાર સહીતન બે ઇસમોને ઝડપી લઈને મુદામાલ કબજે લીધો છે.

Advertisement

મોરબીના રહેવાસી તરુણભાઈ હંસરાજભાઈ ગામી (ઉ.વ.46) વાળા ગત તા. 20 ના રોજ મોટા દહીંસરા ગામથી નવલખી રોડ પર પોતાની કાર લઈને ઉભા હતા ત્યારે એક ઇસમેં ગાડીનો કાચ ખોલાવી ગાળો બોળી ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાઈ જઈને તમંચા જેવા હથિયાર વડે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કરી ગંભીર ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ નોંધાવી હતી માળિયા પોલીસે ગુનો નોંધી માળિયા પોલીસ અને એલસીબી ટીમે બનાવ અંગે તપાસ ચલાવી હતી અને બે શકમંદ ઈસમો પરેશ ગોપાલભાઈ ઉધરેજા અને મકસુદ મહમદ હુશેન નકુમ એમ બે ઇસમોને એલસીબી કચેરી લાવી પૂછપરછ કરતા ફરિયાદી તરુણભાઈએ ધંધામાં દેવું વધી જતા લેણદારોને પૈસા ચુકવવા ના પડે તે માટે પોતે પોતાના ઉપર ફાયરીંગ કરાવવા માટે આરોપી પરેશને જણાવ્યું હતું જેથી તેને મકસુદનો સંપર્ક કરી ફાયરીંગ કરવાના રૂૂપિયા 3 લાખ આપવાના નક્કી કરી કાવતરું રચ્યું હતુ.ં

ફરિયાદીએ પોતે જ કાવતરું રચી એક પિસ્તોલ અને ત્રણ જીવતા કાર્ટીસ આરોપી મકસુદને આપતા તેને ફાયરીંગ કર્યું હતું અને નક્કી થયા મુજબ મકસુદને રૂૂ 3 લાખ પૈકી રૂૂ 1.50 લાખ આપી દીધા હતા એલસીબી ટીમે આરોપી પરેશ ગોપાલ ઉધરેજા રહે મોરબી પંચાસર રોડ પુષ્કર એપાર્ટમેન્ટ અને મકસુદ મહમદ હુશેન નકુમ રહે જુના બસ સ્ટેન્ડ પાસે મોરબી એમ બે આરોપીને ઝડપી લઈને બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્તોલ અનંગ 01 કીમત રૂૂ 10,000, બનાવને અંજામ આપવા લીધેલ રૂૂપિયા પૈકી રૂૂ 1,10,000 અને 3 મોબાઈલ ફોન કીમત રૂૂ 25,500 સહીત કુલ રૂૂ 1,45,500 નો મુદામાલ કબજે લીધો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement