ભારત-ઈંગ્લેન્ડની મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરાયા
05:09 PM Feb 03, 2025 IST | Bhumika
રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે રમાયેલા ઈંગ્લેન્ડ વચ્ચેના ટી-20 મેચમાં મેચ જોવા આવેલા બે પ્રેક્ષકોના મોબાઈલ ચોરીથતાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મેચ જોવા આવેલા ઘણા પ્રેક્ષકોના ખિસ્સા પણ હળવા થયા હતાં. મેચમાં મોબાઈલ ચોર ટોળકી ફાવી ગઈ હતી.
Advertisement
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ગત તા. 28 જાન્યુઆરીના રોજ રમાયેલ ટી-20 મેચમાં રાજકોટના ભાગોળે ખંઢેરી ખાતે આવેલા ક્રિકેટ સ્ટેડિયમમાં મેચ જોવા આવેલા ડો. ચિરાગ પ્રાણલાલ સોલંકીનો મોબાઈલ ક્રિકેટ સ્ટેડિયમના ઈસ્ટ વિભાગના ગેઈટ પાસેથી ચોરાયો હતો. જે બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
જ્યારે બીજા બનાવમાં જામનગરના કોન્ટ્રાક્ટર ભવદીપ પ્રવિણભાઈ પંડ્યાનો મોબાઈલ ફોન પણ ચોરાયો હતો. ભવદીપભાઈનો રૂા. 75 હજારની કિંમતનો અને ડોક્ટર ચિરાગભાઈનો રૂા. 10 હજારની કિંમતનો મોબાઈલ ચોરી થયો હોય જે મામલે પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
Advertisement
Advertisement