For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોબાઇલ એસેસરીઝના ધંધાર્થીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી રૂા.2.95 લાખની ઠગાઇ

05:54 PM Nov 23, 2024 IST | Bhumika
મોબાઇલ એસેસરીઝના ધંધાર્થીને ક્રેડિટ કાર્ડની લિમિટ વધારવાનું કહી રૂા 2 95 લાખની ઠગાઇ
Advertisement

રૈયા રોડ પર રૂૂડા સરકારી કર્મચારી સોસાયટી શેરી નં. 2માં રહેતા અને ઘરેથી જ મોબાઈલ એકસેસરીઝનું કામ કરતા પ્રશાંતભાઈ અરૂૂણભાઈ ચોક્સી (ઉ.વ.45) સાથે ક્રેડીટ કાર્ડની લીમીટ વધારવાના બહાને ગઠીયાએ ઓનલાઈન 2.95 લાખની છેતરપિંડી કર્યાની સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.આ મામલે પીઆઇ એમ.એ.ઝણકાટ અને સ્ટાફે કાર્યવાહી શરૂૂ છે.જેમાં પ્રશાંતભાઈએ જણાવ્યું છે કે,તે ઈન્ડસઈન્ડ બેન્કનું ક્રેડીટ કાર્ડ ધરાવે છે.ગઈ તા. 6 ઓગસ્ટના રોજ તેના મોબાઇલમાં અજાણ્યા નંબર ઉપરથી કોલ આવ્યો હતો. જેમાં સામાવાળાએ ઈન્ડસઈન્ડ બેન્કના કર્મચારી તરીકે ઓળખ આપી ક્રેડીટ કાર્ડની લીમીટ વધારી આપશે તેમ કહ્યું હતું.જેથી તેણે હા પાડતાં ગુગલ ક્રોમ બ્રાઉઝર અને એક વેબસાઇટ ઓપન કરાવી તેમાં ક્રેડીટ કાર્ડ નંબર, તેની એક્સપાયરી ડેઇટ, સીવીવી નંબર અને નામ સહિતની તમામ ડિટેઇલ ભરાવી હતી.

થોડીકવાર પછી તેના ક્રેડીટ કાર્ડમાંથી અલગ-અલગ ટ્રાન્જેકશન મારફતે પૈસા ઉપડી ગયા હતા.જેથી તેણે સામાવાળાનો સંપર્ક કરતાં મોબાઇલ સ્વીચ ઓફ મળ્યો હતો. આખરે બેન્કે રૂૂબરૂૂ જઈ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે તેની સાથે ફ્રોડ થયો છે. બેન્ક તરફથી તેને કોઈ કોલ કરવામાં આવ્યો નથી.આ રીતે સામાવાળાએ બેન્ક કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી તેની સાથે છેતરપિંડી કર્યાનું સ્પષ્ટ થતાં સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર ઉપર ફરિયાદ કરી હતી.જેના દ્વારા જે એકાઉન્ટમાં છેતરપિંડીની રકમ જમા થઈ હતી, તે એકાઉન્ટ ફ્રીઝ કરાતા તેને અમુક રકમ પરત મળી ગઇ હતી. જ્યારે બાકીના 2.95 લાખ પરત મળ્યા ન હતાં.

Advertisement

આ માહિતીના આધારે સાયબર ક્રાઈમ પોલીસે જે નંબર ઉપરથી ગઠીયાએ કોલ કર્યો હતો તેના ધારક વગેરે સહિતનાઓ સામે આઈટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ આગળ ધપાવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement