મોરબીમાં વૃધ્ધ ઉપર ટોળાનો હુમલો
લખધીરપુર રોડ ઉપર પડી જતા યુવાનનું મોત
મોરબીના માર્કેટિંગ યાર્ડ પાછળ રવાપર રોડ પરના સુભાષનગરમાં રહેતા 58 વર્ષીય વૃધના ઘરે 12 અજાણ્યા ઈસમો સહીત 23 લોકોનું ટોળું ઘુસી આવ્યું હતું અને ફરિયાદી અને તેના ભાઈને લાકડાના ધોકા વડે માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
મોરબીના સુભાષનગરમાં રહેતા દિલીપભાઈ મોતીભાઈ મેંદપરાએ આરોપીઓ નિગમ શાંતિલાલ ધોરીયાણી, નીમીતાબેન કેવલભાઈ ધોરીયાણી, પુષ્પાબેન નીગમભાઈ ધોરીયાણી, નીતિન શીવાભાઈ મેરજા, પ્રદીપ પરસુમ્બીયા, સંગીતાબેન પ્રદીપભાઈ પરસુમ્બીયા, જાગૃતિબેન નવીનભાઈ ચાડમીયા, નવીનભાઈ ડાયાભાઇ ચાડમીયા, રવિભાઈ નીગમ્ભાઈ ધોરીયાણી, નીરજભાઈ શાંતિલાલ ધોરીયાણી, રાજભાઈ નીરજભાઈ ધોરીયાણી અને બારેક અજાણ્યા ઈસમો એમ કુલ 23 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે..
આરોપીઓએ ફીર્યાદી દિલીપભાઈના ઘરમાં અપપ્રવેશ કરી ઝઘડો કરી આરોપી નિગમે ફરિયાદી દિલીપભાઈને વાસામાં અને તેના ભાઈ સંજયભાઈને જમણા હાથના બાવળા અને માથાના પાછળના ભાગે લાકડાના ધોકા વડે મારી તેમજ ઢીકા પાટું માર મારી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી એ ડીવીઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે ફરિયાદમાં મારામારીનું કારણ સામે આવ્યું નથી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
પતરાં રીપેર કરતી વખતે પડી જતા મોત
લખધીરપુર રોડ પર આવેલ કારખાનામાં ગોડાઉન પતરા રીપેરીંગ કરતી વખતે યુવાન નીચે પડી જતા શરીરે ઈજા પહોંચતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ મોરબીના લખધીરપુર રોડ પરની ઓકટીવા સિરામિકમાં રહીને કામ કરતા સુનીલ માંગ્યાભાઈ પટેલીયા (ઉ.વ.19) નામના યુવાન ગત તા. 28 ના રોજ ફેકટરીમાં ગોડાઉનના પતરા રીપેરીંગ કામ કરતી વખતે અકસ્માતે નીચે પડી જતા શરીરે ઈજા પહોંચતા યુવાનનું મોત થયું હતું પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.