For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાંચ મહિના પહેલા પિતાના ઠપકાથી ભાગી ગયેલી સગીરા પર પ્રેમીનું દુષ્કર્મ : ધરપકડ

04:40 PM Dec 04, 2025 IST | Bhumika
પાંચ મહિના પહેલા પિતાના ઠપકાથી ભાગી ગયેલી સગીરા પર પ્રેમીનું દુષ્કર્મ   ધરપકડ

કચ્છમાં અલગ-અલગ સ્થળે રહ્યા બાદ રાજકોટ નોકરીની તલાશમાં આવ્યા ને ઝડપાયા

Advertisement

રાજકોટમાં ગત જૂન માસમાં 17 વર્ષની તરૂૂણીને ભગાડી જનાર કચ્છના આણંદપર ગામના મહીપતસિંહ પ્રવીણસિંહ જાડેજા (ઉ.વ.28)ને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ઝડપી લીધો હતો. તેની સાથે જ અપહૃત તરૂૂણી પર મળી આવી હતી.

અપહૃત તરૂૂણીના વાલીઓએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને સોંપાઈ હતી. જેના સ્ટાફે આરોપી મહીપતસિંહને ધર્મેન્દ્ર રોડ પરથી ઝડપી લીધો હતો. તેની પૂછપરછમાં એવું ખૂલ્યું છે કે તરૂૂણીને ભગાડીને કચ્છ લઈ ગયો હતો. જ્યાં અલગ-અલગ જગ્યાએ રહ્યો હતો. ત્યાર પછી નોકરીની તલાશમાં તરૂૂણી સાથે રાજકોટ આવ્યો હતો. તરૂૂણીને તેણે પીજીમાં રહેવા મોકલી દીધી હતી.

Advertisement

જ્યારે પોતે અલગ-અલગ જગ્યાએ રાત્રે સૂઈ રહેતો હતો. એટલું જ નહીં પે એન્ડ યુઝ ટોયલેટમાં જઈ કપડા બદલાવી લેતો હતો. તે અને તરૂૂણી અગાઉ સ્ટેશનરીની દુકાનમાં નોકરી કરતા હતા. તરૂૂણીને તેના પિતા મારકૂટ કરતાં હતા.આ સ્થિતિમાં તેને આરોપી મહીપતસિંહે સધિયારો આપતાં બંને વચ્ચે પ્રેમ પાંગર્યો હતો. જેને કારણે બંને ભાગી ગયા હતાં.રાજકોટમાં હાલમાં પણ બંને સાથે જ નોકરી કરતા હતા.પોલીસે આ કેસમાં હવે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમોનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી છે.

આ કામગીરી પીઆઇ ભાર્ગવસિંહ ઝણકાટ,પીએસઆઇ એ.કે.ગોસ્વામી,હેડ.કોન્સ. જીગ્નેશભાઈ મારુ, હરસુખભાઇ ડી. વાછાણી, મહમદઆરીફ અંસારી, હસમુખભાઇ બાલધા, મહેશ ગણેશપ્રસાદ પ્રસાદ, ભુમીકાબેન ઠાકર,જ્યોતીબેન બાબરીયા અને ડ્રાઇવર સુર્યકાંતભાઈએ કરી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement