ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર દુષ્કર્મ
આરોપીએ ફ્રેન્ડશીપ કરી સગીરા સાથે ફોટા પાડી લીધા, આરોપી સકંજામાં: મંગેતરને અને સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરમાં ઘૂસી દુષ્કર્મ આચર્યું
રાજકોટના કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર અવારનવાર દુષ્કર્મ આચર્યાનો બનાવ સામે આવતાં ચકચાર મચી ગઈ હતી. સંજય ઝાપડા નામના શખ્સે ફ્રેન્ડશીપ કરી બાદમાં સગીરા સાથે ફોટા પાડી લીધા અને મંગેતર તેમજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુકમાં ફોટા વાયરલ કરવાની ધમકી આપી ઘરમાં ઘુસી અનેકવાર કુકર્મ આચર્યું હતું. આજીડેમ પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને દબોચી લીધો હતો.
વધુ વિગતો મુજબ,કોઠારીયા વિસ્તારમાં રહેતા મૂળ માણાવદર પંથકના 38 વર્ષની મહિલાએ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સંજય ઝાપડા નામના શખ્સનું નામ આપતા આજીડેમ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેણી પરિવાર સાથે દોઢેક વર્ષથી રાજકોટમાં રહેવા આવેલ છે. તેણીના પતિ ડ્રાઇવિંગ કામ અને પોતે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. તેમની સામે જ આરોપી સંજય ઝાપડાનું પણ મકાન આવેલ છે. તેણીની 17 વર્ષીય વચ્ચેટ પુત્રી એક દિવસ ઘર બહાર બેસેલ હતી ત્યારે આરોપીએ ધરારીથી પોતાના મોબાઈલ નંબર આપેલ હતા અને તેની સાથે ફ્રેન્ડશીપ રાખવા માટે દબાણ કરી ફોન કરવા માટે કહ્યું હતું. જે બાદ બંને વચ્ચે ફક્ત ફ્રેન્ડશીપ રાખવાના ઈરાદાથી વાતચીત થતી હતી.
તે દરમિયાન ફરિયાદી જ્યારે કામ પર ગયેલ હતી ત્યારે આરોપીએ બળજબરીથી ઘરમાં ઘૂસી જઈ અને તેની સાથે ફોટા પડાવ્યા હતા. જે બાદ આરોપીએ ફરિયાદીની પુત્રીને શરીર સંબંધ બાંધવા માટે દબાણ કર્યું હતું, જોકે સગીરાએ પોતાની સગાઈ થઈ ગઈ હોવાનું કહી આ સંબંધ નથી રાખવો તેમ કહેતા આરોપી ઉશ્કેરાય ગયો હતો અને કહ્યું હતું કે, જો તું મને શરીર સંબંધ બાંધવા નહીં દે તો આપણા બંનેના ફોટા તારા મંગેતરને મોકલી તેમજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર વાયરલ કરી દઈશ તેમજ તેમના એકના એક ભાઈને મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ભયભીત થયેલ સગીરા સાથે ધરારીથી આરોપીએ શરીર સબંધ બાંધ્યો હતો.
જે બાદ જ્યારે પણ ફરિયાદી ઘરે ન હોય ત્યારે આરોપી ઘરમાં ઘૂસી જતો અને અવારનવાર બળજબરીથી શરીર સંબંધ બાંધતો હતો.
તેમજ એક વખત ધરારીથી સગીરાને કોઠારીયા નજીક વાડીએ લઈ જઈને પણ શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ કંટાળેલી સગીરાએ હવે આ સંબંધ નથી રાખવો તેમ કહેતા એક માસ પહેલા આરોપી અને તેના સાગરીતો ફરિયાદીના ઘરે ઘસી જઈ બેફામ ગાળો ભાંડી મારામારી કરી હતી. જે મામલે આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. દરમિયાન ગુમસુમ રહેતી સગીરાને તેની માતાએ પૂછતા સગીરાએ તેની સાથે થયેલ બનાવ અંગે વાત કરી હતી. ત્યારબાદ ફરિયાદી તુરંત પોલીસ મથકે દોડી જતા આજી ડેમ પોલીસના પીએમ એ.બી.જાડેજા અને ટીમે તુરંત જ ગુનો નોંધી આરોપીને પણ દબોચી લીધોે હતો.ફરીયાદીએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, આરોપી અપરિણીત છે અને તેની દિકરીને આરોપીએ હું દારૂૂનો ધંધો કરૂૂ છું, મારી પાસે ખૂબ પૈસા છે કહીં ફસાવી હતી અને અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું.