હિંમતનગરના ગાંભોઇમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ
ઘરેથી અનાજ દળાવવા નીકળેલી સગીરાને બળજબરીપૂર્વક ખેતરમાં ધસડી જઇ બે શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું, ત્રીજાએ મદદગારી કરી, ત્રણેય શખ્સોને પોલીસે ઝડપી લીધા
હિંમતનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ગત 26 તારીખે સાંજે સામૂહિક દુષ્કર્મનો બનાવ સામે આવ્યો હતો. ગાંભોઈ પોલીસે ભોગ બનનારના પિતાની ફરિયાદ આધારે ત્રણ આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી પોલીસે ત્રણેય આરોપીનું રી-ક્ધસ્ટ્રક્શન કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા.
સગીરા ઘરેથી અનાજ દળાવવા માટે નીકળી હતી જ્યાં બાઈક પર આવેલા ત્રણ વ્યક્તિઓએ રોકી બળજબરીપૂર્વક ખેતરમાં ખેંચી ગયા હતા. બે વ્યક્તિઓએ દુષ્કર્મ કર્યું હતું અને એક વ્યક્તિએ મદદગારી કરી હતી. દુષ્કર્મ થયું હોવાની વાત સગીરાએ તેના પરિવારને કરતા સગીરાના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી જોકે પોલીસે તપાસ કરતા 2 આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું અને એક આરોપીએ મદદગારી કરી હોવાનું સામે આવ્યું હતું.
દુષ્કર્મ બાદ સગીરાને છોડી તમામ ત્રણ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. ગભરાઈ ગયેલી સગીરા ઘરે જતાંની સાથે જ રડવા લાગી હતી. પરિવારે કારણ પૂછતાં સમગ્ર હકીકત જણાવ્યા બાદ સગીરાના પિતાએ ગાંભોઈ પોલીસ સ્ટેશને જાણ કરી હતી સાથે પોલીસે સગીરાનું નિવેદન લઈ તપાસ શરૂૂ કરી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્રણે આરોપીઓને ઝડપી લીધા હતા. પોલીસ દ્વારા આરોપીઓનું રી-ક્ધસ્ટ્રક્શન કર્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા તો કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
