For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

તળાજામાં સગીરાને બાવળની ઝાડીમાં ખેંચી જઇ ઢગાનો દુષ્કર્મનો પ્રયાસ

11:59 AM Mar 01, 2025 IST | Bhumika
તળાજામાં સગીરાને બાવળની ઝાડીમાં ખેંચી જઇ ઢગાનો દુષ્કર્મનો પ્રયાસ

Advertisement

ભાવનગર જિલ્લાના તળાજા ના છેવાડે રહેતા શ્રમજીવી પરિવાર ની સગીરા પોતાની વસાહતમાથી નજીકમા શેમ્પુ લેવા ગઈ તે સમય નો લાભ ઉઠાવી ને સગીરા નો પરિચિત નજીકમા આવેલ બાવળ ની કાંટ મા બળજબરી પૂર્વક બદકામ કરવાના ઇરાદે લઈજતો હતો. આ સમયે સગીરા પ્રતિકાર કરતી દેકારો કરવા લાગતા દીકરી ની પાછળ આવતા પિતા એ દીકરી ને બચાવી લીધી હતી.જોકે ઢગો પોલીસ થી પણ ડરતો ન હોય તેવી ધમકી આપી હતી.આ બાબત ની જાણ શહેર ભાજપ અધ્યક્ષ ને થતા તેઓએ ત્વરીત દોડી જઇ ને કાનૂની કાર્યવાહી માટે હિંમત આપી સાથે રહી ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો.

કાયદાનો લગરીકેય ડર ન હોય તેમ જગજાહેર,સાંજઢળે તે પહેલાં ત્રીસેક વર્ષના પરિણીત ઇસમે પોતાની દીકરી ની ઉંમર ની સગીરા ને બળજબરી પૂર્વક ખેંચીજઇ ને બદકામ કરવાની કરેલ કોશિશ ને સગીરા ના પિતા એ નાકામ કર્યાના બનાવે તળાજા મા ભારે ચકચાર જગાવી છે.બનાવ ની મળતી વિગતોમા સગીરા સાંજ ના સમયે પોતાના ઘરેથી શેમ્પુ લેવા જતી હતી.એ સમયે સગીરાને ઓળખતો સુનિલ સોલંકી નામનો શખ્સ સગીરા ને બાવળમા લઈ ગયો હતો.આજ સમયે સગીરાના પિતા વસાહત માં આવેલ હોય પોતાની દીકરી શેમ્પુ લેવા ગઈ હોય તેની પાછળ આવ્યા હતા.એ સમયે પોતાની દીકરી નો અવાજ સાંભળી જતા બાવળમા જઇ ને જોતા સુનિલ બળજબરી કરતો હોવાનું જોવા મળતા દીકરી ને બચાવી લીધી હતી.ઢગા એ વાપરેલ બળજબરી ના કારણે સગીરા ને માથાના ભાગે ઇજા થતાં સારવાર લેવાની ફરજ પડી હતી.

Advertisement

બનાવ ની જાણ શહેર ભાજપ અધ્યક્ષ આઈ.કે.વાળા ને થતા તેઓ તાત્કાલિક સ્થળપર દોડી ગયા હતા.સગીરા સાથે બળજબરી કરનાર શખ્સ સામે કાયદેસર કાર્યવાહી માટે તેઓએ તત્પરતા દાખવી ને ક્ષત્રિય ધર્મ નિભાવ્યો હતો.આઈ.કે.વાળા એ જણાવ્યું હતુ કે હું દાઢી કરાવતો હતો ને મને ખબર પડતાજ એક દીકરી ની આબરૂૂ નો સવાલ હોય તાત્કાલિક દોડી જઇ બનાવ થી વાકેફ થયોહતો.સગીરા અને તેના પિતા ને જરૂૂરી મદદ કરી હતી. બનાવ ને લઈ તળાજા પો.ઇ. એ.બી.ગોહિલ એ જણાવ્યું હતુ કે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરીછે.

સગીરા જેને મામા કહેતી તેણે જ નજર બગાડી
સગીરા ના પિતા એ મીડિયા ને જણાવ્યું હતુ કે મારી દીકરી ની પાછળ હું ગયો હતો ત્યારે અવાજ સંભળાયો મને રહેવા દે,જવાદે મારે ઘરે જવું છે.તે શબ્દો હું સાંભળી ગયો હતો.જઇ ને જોતા સુનિલ બળજબરી કરતો હતો.તેને પકડી ને કહ્યું કે તને મામા અને ભાઈ દીકરી કહે છે ને તું આવું કરેછો!.તેના જવાબમા સુનિલે ભૂલ સ્વીકારી લેવાની કે માફ કરવા ની વાત કરવા ના બદલે તારે પોલીસ ને કહેવું હોય કે જેને બોલાવવા હોય તેને બોલાવી લે હું કોઈથી ડરતો નથી તેવો આરોપ પણ સગીરાના પિતા એ મીડિયા સમક્ષ આરોપી વિરુદ્ધ લગાવ્યો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement