બોટાદ તાલુકાના શીરવાણિયા ગામમાં બંધ ગોડાઉનમાં દારૂ બનાવતી મિનિ ફેકટરી ઝડપાઇ
બોટાદ એલસીબી પોલીસે શીરવાણીયા ગામમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે બંધ ગોડાઉન માંથી દારૂૂ બનાવતી મીની ફેક્ટરી પકડી પાડી છે. શંકાસ્પદ રીતે ડુપ્લીકેટ દારૂૂ બનાવતા હોવાનું સામે આવ્યું.
એલસીબી પીઆઈ સોલંકી અને તેમની ટીમને બાતમી મળી હતી કે શીરવાણીયા ગામમાં એક બંધ ગોડાઉનમાં દારૂૂ બનાવવાનું કારખાનું ચાલે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.
દરોડા દરમિયાન પોલીસને ગોડાઉનમાંથી દારૂૂની 852 બોટલ (70 પેટી) અને 180 ખાલી બોટલ મળી આવી હતી. આ ઉપરાંત દારૂૂ બનાવવા માટે વપરાતા કંપનીના સ્ટીકર, લેબલ, બોટલના બૂચ અને સફેદ ટાકો પણ મળી આવ્યો હતો. પોલીસે આ મામલે ગોડાઉનના માલિક રાજેશભાઈ વિરજા સહિત ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી છે.
કુલ 15 લાખ રૂૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બોટાદના નાયબ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલે જણાવ્યું હતું કે શંકાસ્પદ રીતે ડુપ્લીકેટ દારૂૂ બનાવતા હોય તેવું લાગે છે પરંતુ રીપોર્ટ બાદ જ ખબર પડે તેમ જણાવ્યું હતું.