સૌરાષ્ટ્રમાંથી 6 મહિનામાં 4.40 કરોડની ખનીજચોરી ઝડપાઇ
80 ટકા ખનીજચોરી રાજકોટ-મોરબી-જામનગર જિલ્લામાં, કુુલ 195 કેસ દાખલ
સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરી બેફામ રીતે થઈ રહી છે ત્યારે રાજકોટ ખાણ ખનિજ વિભાગની ફલાઇંગ સ્કવોડે છેલ્લા 6 મહિનામાં અધધ રૂૂ.4.40 કરોડની ખનીજ ચોરી પકડી પાડી છે. જેમાં ખનિજ માફિયા માટે રાજકોટ, મોરબી, જામનગર જિલ્લો સ્વર્ગ સમાન હોવાનું માલુમ પડયું છે. કારણકે ત્રણેય જિલ્લામાં જ 80 ટકાથી વધુ ખનીજ ચોરી ઝડપાઈ છે. સૌરાષ્ટ્રમાં ખનીજ ચોરીના 195 કેસ દાખલ કરવામાં આવ્યા છે જેમાં સૌથી વધુ મોરબી જિલ્લામાંથી ખનીજ ચોરી ઝડપાઈ છે.
રાજકોટ ઝોન ખાણ ખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોડની અલગ-અલગ ટીમો આખા સૌરાષ્ટ્રમાં ગેરકાયદે ખનિજ ખનન, વહન અને સંગ્રહ પર નજર રાખે છે. એપ્રિલ -2025થી ઓકટોબર-2025 દરમિયાન ફલાઈંગ સ્કવોડે રાજકોટ, અમરેલી, જામનગર, જૂનાગઢ, પોરબંદર, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લામાં રૂૂટીન પેટ્રોલિંગ અને બાતમીના આધારે તપાસ હાથ ધરીને ગેરકાયદે ખનીજ પરિવહનના અધધ 169 કેસમાં રૂૂ.3.6 કરોડની ખનીજ ચોરી પકડી પાડી હતી. આ સાથે ખનિજ ખોદકામના 25 કેસમાં રૂૂ.1.30 કરોડ અને સંગ્રહના એક કેસમાં રૂૂ.3.49 લાખની ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો હતો.
સૌથી વધુ મોરબી જિલ્લામાં 47 ડમ્પર અને 12 હિટાચી મશીન સાથે રૂૂ.2 કરોડની વધુની ખનીજ ચોરી પકડાઈ છે. બીજા નંબરે રાજકોટ જિલ્લામાં 49 ડમ્પર અને 4 હિટાચી મશીન સાથે રૂૂ.97 લાખ તો ત્રીજા ખનીજ ચોરીમાં અત્યાર સુધી મહત્તમ રેતી, મોરમ, માટી, બિલ્ડીંગ લાઈમ સ્ટોન ઝડપાતા હતાં.
પરંતુ હવે ખાસ કરીને સિરામિક ઉદ્યોગમાં વપરાતા ચાઈના કલે, ફાયર કલે, બોળ કલે સિલિકા સેન્ડના પણ ગેરકાયદે પરિવહન અને સંગ્રહના કેસ વધવા લાગ્યા છે. જોકે, આ આંકડા માત્ર ફલાઇંગ સ્કવોડની કાર્યવાહીના છે, દરેક જિલ્લામાં ખાણ ખનિજ વિભાગ દ્વારા પકડાયેલી ખનીજ ચોરીનો આંક બહુ મોટો હોય છે.
કયાં કેટલી ખનીજ ચોરી?
શહેર રૂપિયા (લાખ/કરોડમાં)
મોરબી 2 કરોડ
રાજકોટ 97
જામનગર 55.31
સુરેન્દ્રનગર 28
પોરબંદર 22.55
જુનાગઢ 19
ભાવનગર 11.08
અમરેલી 4.68
બોટાદ 1.5