સાયલામાં ખનીજચોરીનું કારસ્તાન ઝડપાયુ, 4 કરોડના વાહનો કબજે
સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં ખારા તરીકે ઓળખાતા વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ઓચિંતો દરોડો પાડતા માલિકીની જમીનમાં ચાલતા ખનીજના મોટા કારસ્તાનનો પર્દાફશ થતા ચકચાર મચી જવા પામી છે.
સાયલા તાલુકાના સુદામડા ગામની સીમમાં ખારા તરીકે ઓળખાતા વિસ્તારમાં પૂર્વ બાતમીના આધારે સુરેન્દ્રનગર ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા ઓચિંતો દરોડો પાડતા માલિકીની જમીનમાં ચાલતા ખનીજના મોટા કારસ્તાનનો પર્દાફશ થતા ચકચાર મચી જવા પામી છે. ખનીજ વિભાગની ટીમે કરેલ આકસ્મિક કાર્યવાહી સમયે ગેરકાયદે પથ્થરની ખાણ પરથી મોટાપાયે ખનીજ કાઢવાની કામગીરી માટે લવાયેલા બે એક્સવેટર મશીન, નવ ડમ્પરના ચાલકો સહિતના લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી.
સુદામડા સીમમાંથી અવાર નવાર કરોડોની ખનીજચોરીના ઝડપાતા કૌભાંડો સાથે આ પ્રવૃતિ અટકવાનું નામ લેતી નથી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ભૂસ્તરશાસ્ત્ર્રી જગદીશ વાઢેરને મળેલ આધારભૂત બાતમીના આધારે કરાયેલ ઓચિંતા દરોડામાં ખારા વિસ્તારમાં ચાલતા બ્લેક્ટ્રેપ ખનીજ ના ગેરકાયદે ખનન ને ઝડપી લેવાયું હતું.દરોડામાં ખનીજ વિભાગની ટીમ, સિક્યુરીટી તેમજ પોલીસ બંદોબસ્ત સાથે ત્રાટકેલી તંત્રની ટીમો દ્વારા સ્થળ પરથી ખનીજના પરિવહન માટે લવાયેલા ડમ્પરો, મશીનો સહિત અંદાજે 4 કરોડથી વધુની કિંમતના 12 વાહનોને જપ્ત કર્યા હતા.
જિલ્લા ખનીજ અધિકારી જગદીશ વાઢેરના જણાવ્યા મુજબ ગેરકાયદે ખાણની સર્વેયર દ્વારા માપણી કરી જેટલું ખોદકામ થયું હશે તે મુજબ દંડ ફ્ટકારવામાં આવશે. ખનીજ ચોરી મામલે ત્યાં હાજર લોકોના નિવેદનો નોંધી ઝડપાયેલ વાહનો સહિતના મુદ્દામાલને સુરેન્દ્રનગર કચેરી ખાતે સીઝ કરવાની કાર્યવાહી હાથ ધરતા ખનીજ ચોરોમાં દોડધામ મચી જવા સાથે ફ્ફ્ડાટ ફેલાઇ જવા પામ્યો હતો. કાર્યવાહીમાં સુરેન્દ્રનગર ખનીજ વિભાગ સાથે રાજકોટ તેમજ મોરબીની ટીમ.