અમરેલી નજીક ડમ્પર અટકાવતા ખાણ ખનીજ કર્મચારી પર હુમલો
અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદીમાંથી રેતી ચોરીના બનાવો અવારનવાર સામે આવતા રહે છે. તેવા સમયે ખાણ ખનીજ વિભાગના કર્મચારી ઉપર હુમલાની ઘટના સામે આવી છે. રાજસ્થળી નજીક ખાણખનીજ વિભાગના કર્મચારીએ રેતીનું એક ડમ્પર અટકાવી તપાસ કરતા કેટલાક લોકોએ ઘટનાસ્થળે આવી મારામારી કરતા કર્મચારીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
અમરેલી ખાણખનીજ વિભાગમાં નોકરી કરતા મુકેશ જોશી આજે સવારના સમયે રાજસ્થળી નજીકથી પસાર થતા રેતી ભરેલા ડમ્પરને રોકી તપાસ હાથ ધરી હતી. જેથી કેટલાક લોકો ઘટનાસ્થલ પર પહોંચ્યા હતા અને મુકેશ જોશી સાથે મારામારી કરી મોબાઈલ તોડી નાખ્યો હતો. મુકેશ જોશીને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અમરેલી ખાણ ખનીજ વિભાગના કર્મચારી મુકેશ જોષીને અમરેલી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હાલ ફરિયાદ નોંધવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. કર્મચારી મુકેશ જોષીએ કહ્યું સવારે ચેકીંગ દરમ્યાન રાજસ્થલી પાસે ડમ્પર રોકાવ્યું અમારી ટીમના લોકો આગળ ગયા ત્યારે કેટલાક માણસો આવી મને મારી મારો મોબાઈલ તોડી નાખી ભાગી ગયા હતા.